________________
પરિશિષ્ટ ૧ લુ
(૧) શ્રી ઋષિમડળ સ્તાત્ર
આ
શ્રી ઋષિમંડલ સ્તાત્ર તીર્થંકરદેવાએ કમાવેલ છે. શ્રી તી કર પરમાત્માઓ દ્વાદશાંગીની દેશના ગર્ભિત અરૂપે આપે છે. બાદ ગણધરમહારાજાએ તેને પાટરૂપ બનાવે છે. જો સાધક સ્પષ્ટ ઉચ્ચારથી ઋષિમંડલસ્તાત્ર ગુરુગમ દ્વારા શીખે અને એકનિષ્ઠાથી પ્રતિદિન જાપ કરે તે જરૂર તે સ્નેાત્ર સિદ્ધિદાયક બને છે.
સાધકે માંસ, શરાબ, લશણ, કાંદા વિગેરે જમીનકંદ ન ખાવા. પરસ્ત્રીગમનથી વંચિત રહેવું. પરમ પવિત્ર ભૂમિમાં અથવા મકાનમાં બેસી, ધૂપ-દીપ સાથે શ્રી સિદ્ધચક્રજીના યંત્રને સન્મુખ રાખી, ઋષિમંડલ યત્રને પણ સામે રાખી સ્તેાત્ર ગણવુ, આ પ્રમાણે આઠ મહિના સુધી સ્તંત્રના પાઠ કરવાથી જિતેન્દ્ર દેવની પ્રતિમા સ્વપ્નમાં દર્શન દેશે અને તે પ્રમાણે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ મંત્રના નિત્ય પઠનથી થશે. વિશેષ તે શું કહેવું ? આ મંત્ર આ કાળમાં ચિ'તામણિ રત્ન સમાન છે.
જો કોઇ સાધક સફેદ સુતરની બનાવેલી માળાથી એકસે ને આઠ વખત આ સ્નેાત્ર ગણે તે તે મનુષ્ય આ જન્મમાં પણ સુખશાંતિ ભોગવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com