________________
સત્રસંગ્રહ ]
રાહ જોઈ રહ્યા. અભિમાનને વશ થયેલ પ્રાણી ખંભાવના પણ પરિત્યાગ કરે છે!
૫૭
ભાગ્યયેાગે બન્યું એવું કે નંદરાજાને ત્યાં વૃદ્ધાવસ્થાએ પુત્રજન્મ થયા. વરાહમિહિરે જન્મકુંડળી કરી સેવનું આયુષ જણાવ્યું. વધામણી માટે સર્વ નગરજના ભેટ-સાગાદ લઇને ` પ્રદર્શિત કરી આવ્યા. જનમુનિના આચાર ન હોવાથી શ્રી ભદ્રબાહુવામી ન ગયા. વરાહમિહિરને જોઇતી તક મળી ગઇ. તેણે રાજાના કાન ભંભેર્યા. રાજા ક્રોધાન્વિત થયા અને ભદ્રબાહુસ્વામીને ન આવવાનું કારણ પૂછાવ્યું. ભદ્રબાહુસ્વામી વિચક્ષણ ને વરાહમિહિરની કપટકળાથી પરિચિત હતા. તેમણે આ પ્રસગની આશા રાખી જ હતી એટલે એનાથી ડરી જાય તેમ નહાતા. તેમણે રાજસેવક સાથે કહેવરાવ્યું કે- વૃથા એ વાર શા માટે આવવુ જવું ? કારણ કે એ પુત્ર આજથી સાતમે દિવસે બિલાડીદ્વારા મૃત્યુ પામવાના છે ત્યારે રાજાને દિલાસા દેવા આવીશ.”
નંદરાજા આ કથન સાંભળી આશ્ચર્ય મુગ્ધ બની ગયા. તેના હદ વિષાદમાં ફેરવાઇ ગયા. તેના મનમાં સંશય ઉદ્ભવ્યેા કે-વરાહમિહિર કહે છે તે સાચું કે ભદ્રબાહુસ્વામીનું કથન સાચું ? પરીક્ષા કરવા માટે તેણે નગરમાંથી દરેક બિલાડીને પકડીપકડીને સેકડા ગાઉ દૂર મૂકી આવવા હુકમ બહાર પાડયા. શ્રી ભદ્રબાહુસ્વામી પોતાના જ્યાતિષજ્ઞાન પર મુસ્તાક હતા. બરાબર સાતમે દિવસે ધાવમાતા રાજપુત્રને ધવરાવતી હતી તેવામાં બારણાના આગળીયા પુત્રના મસ્તક પર પડયા અને તે જ સમયે તેના આત્મા પરલાક પ્રયાણ કરી ગયા. સાતમે દિવસે પુત્ર મરણ પામ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com