________________
તેત્રસંગ્રહ ]
દ્રવને પ્રતિકાર કરી શકે તેવા કોઈ પણ શમ્સ નજરે ન ચઢવાથી છેવટ શ્રી સંઘ એકત્ર થયો અને સહુની મીંટ નાડેલ નગરમાં ચાતુર્માસ રહેલા શ્રી માનદેવસૂરિ પર મંડાઈ. સંઘે વિનંતિપત્ર સાથે માણસ રવાના કર્યો અને સર્વ વિગત જણાવી. શ્રીમાનદેવસૂરિએ તરત જ શ્રી રઘુપતિ સ્તવની રચના કરી આપીને કહ્યું કે-“આ સ્તંત્ર દ્વારા મંત્રિત કરેલ જળથી આખી નગરીને પ્રદક્ષિણા દેવી અને દરેક વ્યક્તિએ આ સ્તોત્રનું પ્રતિદિન સ્મરણ કરવું. આમ કરવાથી ઉપદ્રવ શીવ્ર શાન્ત થઈ જશે, પરંતુ હવે તમારે સર્વેએ જેમ બને તેમ તાત્કાલિક આ નગરીને ત્યાગ કરી જે.”તે તેત્રના પ્રભાવથી મરકી શાંત થઈ અને પ્રજાજનેએ તે નગરી તજી દીધી. ખરેખર ગુરુકથન સાચું નીવડતું હોય તેમ ત્રણ વર્ષ બાદ તકીઓએ આ પ્રાચીન ને વિશાળ તક્ષશિલા નગરીને વિનાશ કર્યો.
આ લઘુશાંતિ સ્તવમાં પોતાની સાનિધ્યવાળી ચારે દેવીઓના નામ ગુંથનપૂર્વક શ્રી શાંતિનાથ પરમાત્માની સ્તુતિ તેમજ મંત્રાક્ષની સરસ ગુંથણ કરવામાં આવી છે. આ ચમત્કારિક ઔવને દેવસિક પ્રતિકમણમાં દાખલ કર વામાં આવ્યું છે અને દરરોજ પ્રાંતે તે બેલાય છે. આ જ પ્રભાવક આચાર્ય ઉત્તર નામનું બીજું પ્રભાવપૂર્ણ તેત્ર પણ રચ્યું છે.
नमिऊग ( भयहर ) स्तव આ સ્તવના કર્તા છે શ્રી માનતુંગસૂરિ છે. તેઓ શ્રી લઘુશાંતિ અને તિજયપહુરના કર્તા ઉપર્યુક્ત શ્રી માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com