________________
ગ્રંથકાર શ્રી ઝવેરીના સાહિત્ય મંદિરે આ ગ્રંથમાં રજુ થયેલ ઘંટાકરણ યક્ષરાજનું રંગીન ચિત્રપટ અભિષેકથી પ્રતિષ્ઠિત કરેલ છે, જે એટલું બધું તે ચમત્કારિક અને પ્રભાવિક બનેલ છે કે જ્યારે જરૂરીયાતના સમયે તેમની આરાધના કરતા તે તુર્તજ દુઃખનિવારણમાં સહાયક બને છે, તે જ માફક સંવત ૧૯૯૮ માં પ્રકાશિત થયેલ આ ગ્રંથમાં તે ચિત્રપટે આજ સુધીમાં સેંકડે સાધકને અપૂર્વ સંતેષ આપી પૂર્ણ પ્રભાવિકતા સિદ્ધ કરેલ છે,
આવા પ્રભાવિક ફલદાતા પ્રભુ મહાવીર ભક્ત ઘંટાકરણયક્ષરાજ આરાધક આત્માઓના સત્વર ધ્યેય સાધક બને અને તેમને મને વાંચ્છના પ્રમાણે સિદ્ધિદાતા બનો એવી ગ્રંથકારની અંતઃકરણપૂર્વક યક્ષરાજને પ્રાર્થના છે.
ઝવેરી જેન સાહિત્યમંદિર સંવત ૨૦૦૭ જેઠ વદ ૪ ને વાર શનિવાર તા. ર૩-૬-૫૧
ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com