________________
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ૧. દિવાળીના દિવસમાં તેરસથી પ્રારંભી અમાવાસ્યા સુધીના દિવસેમાં અત્યંત શુધ્ધતાપૂર્વક ખાંડ અને ખીરનું એકાસણું કરી, દર્શાવવામાં આવેલ જાપના મંત્રે સાડાબાર હજાર વખત જપવામાં આવે તે તે વસ્તુ મહાન ઈષ્ટદાયી અને બારે માસ ફળદાતા થાય છે.
૨. નિત્ય પ્રભાતે તેમજ ત્રિકાલ આ મંત્રનો જાપ જપવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.
૩. પ્રભાતે જપવાથી દુષ્ઠ ગ્રહને ઉપદ્રવ શમી જાય છે અને દરેક જાતની શાંતિ થાય છે.
૪ રાત્રે સૂતી વખતે જપવાથી ચોર, અગ્નિ કે સપ દંશ પ્રમુખનો ઉપદ્રવ થતો નથી. - પ. હોર બાંધવાની જગ્યાએ આ મંત્રને યંત્ર બનાવી શુધ્ધતાપૂર્વક સ્થાપના કરવામાં આવે તે હેરના વિવિધ પ્રકારનાં વ્યાધિઓને નાશ થાય છે.
૬ જેને ભૂત, પ્રેત, વ્યંતર, શાકિણી, ડાકિણ વગેરેને વળગાડ હોય તેમજ જેને દગા-પ્રપંચ યા તે મૃત્યુની ધાસ્તી હોય તે પુરુષ યા સ્ત્રીએ આ મંત્રને જાપ મનમાં શરૂ જ રાખવાથી તેમજ તેનું યંત્ર બનાવી માદળિયામાં નાખી હાથે બાંધી રાખવાથી કેઈ પણ જાતને ભય ઉપજતે નથી અને આવતે ભય પણ આપમેળે વિનાશ પામી જાય છે તેમજ ચિત્ત આનંદમાં રહે છે.
૭. આ યંત્ર ઘરના દ્વાર સાથે ચેડી રાખવાથી મંકેડા, કીડી વિગેરેને ઉપદ્રવ શાંત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com