________________
૪૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ તેવી રીતે સકલ યંત્રમાં શ્રી સિદ્ધચક યંત્રનું પ્રથમ અને શ્રેષ્ઠ સ્થાન છે.
આ સિદ્ધચકનું આરાધન વર્ષમાં બે વખત નવ દિવસ પર્યક્ત કરવામાં આવે છે. જૈન શાસ્ત્રમાં ૧ કાર્તિક માસાની, ૨ ફાગણ ચોમાસાની, ૩ અષાડ ચોમાસાની, ૪ પર્યુષણની તથા ૫-૬ બે નવપદઆરાધનની એમ છે અને ઈઓ શાશ્વતી કહેલી છે તે પૈકી આ શ્રી સિદ્ધચક આરાધનની બંને અઈએ ચેત્ર શુદિ ૭ થી તે ચૈત્ર શુદિ ૧૫ સુધી અને આ શુદિ ૭ થી આસો સુદ ૧૫ સુધી નવ નવ દિવસની છે. આ બંને ઓળીના દિવસેમાં આ યંત્રનું વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે આ નવ દિવસોમાં આયંબિલની તપશ્ચર્યા, જિનપૂજા, ઉભય રંક પ્રતિકમણ તેમજ પ્રતિદિન અરિહંતાદિના ગુણ અથવા ભેદ પ્રમાણે ખમાસમણ, કાઉસગ્ગ, સાથિયા વગેરે ક્રિયાઓ કરવાની હેય છે. નવ દિવસ પર્યન્તની આ ક્રિયાને ઓળી એ શબ્દથી ઓળખવામાં આવે છે. નવ ઓળી એટલે કે એકયાસી આયંબિલ વિધિપૂર્વક કરીને સાડા ચાર વર્ષે આ યંત્રનું આરાધન પૂર્ણ કરવાનું હોય છે. '
આ શ્રી સિદ્ધચક્રના સમ્યગૂ આરાધનથી અતુલ અદ્ધિ અને મહાસિદ્ધિ તેમજ નવ નિધિ પ્રાપ્ત થવા સાથે આત્મકલ્યાણ સધાય છે. અનેક પ્રકારના વિષમ બાહ્ય વ્યાધિઓ દૂર થાય છે અને ચિત્તની શાતિ થાય છે. સિદ્ધચકના પ્રક્ષાલન(હવણીનું જળ શરીર પર ચોપડવાથી અઢાર પ્રકારના કુષ્ટાદિક રાગો તેમજ ચોરાશી પ્રકારના વાયુના વ્યાધિઓ શીધ્ર વિનાશ પામે છે. શરીર ઉપર થતાં નાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com