________________
૨૬
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આવેલ ગ્રહની ભાવવાહી આકૃતિઓનું આલેખન કરી જાપસમયે તેને ઉપયોગ થાય છે તે પણ હિતકારક છે; આમ છતાં પણ તે પ્રમાણે ન બની શકે તે આ ગ્રંથમાં આપવામાં આવેલ ગ્રહદેવના ફેટાઓને કાચમાં મઢાવી લઈ જાપસમયે તેને ઉપયોગ કરવાથી તે વસ્તુ પણ ફળદાયક બને છે.
દરેક મનુષ્યને કોઈ પણ ધામિક વસ્તુની આરાધના સ્વશક્તિ અનુસાર કરવાની હોય છે. મન, વચન, કાયાની શુદ્ધિ સાથે સંપૂર્ણ શ્રદ્ધા એ વસ્તુ જ ખાસ મહત્વતાભરી છે. આ જણાવેલ ગ્રહોના જાપમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ તેનું ફળ તાત્કાલિક મેળવી શકે છે.
પ્રભાતે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, વિધાનમાં બતાવ્યા પ્રમાણે આસનની શુદ્ધિ રાખી, મંત્રજાપ સમયે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધાદિ સામગ્રી સહિત ગ્રહ-દેવતાઓનું એકાગ્રતાપૂર્વક આરાધન કરવું. (૧) સૂર્યદેવ એટલે રવિને જાપ
આ જાપ સમયે લાલ ફૂલેને ઉપયોગ કરે. શ્રી પદ્મપ્રભુની પ્રતિમા અથવા તે તસ્વીર આરાધક દેવ તરીકે સન્મુખ રાખવી. તેમજ પૂજનમાં સૂર્ય દેવની પ્રતિમા અથવા તસ્વીર સુવર્ણ અથવા તાંબાની બનાવેલી ઉપયોગમાં લેવી. નાનામાં નાની પ્રતિમા સામેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની હેવી જોઈએ.
જે પ્રમાણે આપણે પરમાત્માની પ્રતિમાનું પૂજન કરીએ છીએ તે પ્રમાણે જ આ પ્રતિમાના પૂજનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com