________________
પ્રકરણ પાંચમું
ઘંટાકર્ણ મંત્રજાપ પરમ પ્રભાવિક તેજસ્મૃતિ લબ્લિનિધાન શ્રીગૌતમસ્વામીના પ્રાતઃસ્મરણીય નામ-સ્મરણની માફક શ્રી ઘંટા કણ દેવનું નામ પણ જૈન સમાજના આબાલવૃદ્ધ જનસમૂહમાં પરિચિત છે. ઘંટાકર્ણ દેવ પ્રતાપી, શક્તિશાળી અને સદેવ જાગૃત મનાય છે. તેના દ્ધાપૂર્વકના આરાધનથી તે ભક્તજનેના વિનસમૂહને વિનાશ કરી વાંછિત પૂર્તિ કરે છે.
તેમને મંત્રજાપ શાંત ચિત્તથી વિધિપૂર્વક કરવાને છે. જાપ સમયે ઘીને દીવ અખંડ રાખ તેમજ દશાંગ ધૂપથી તે સ્થાનને સુવાસિત બનાવવું. જાપ કરનારે બ્રહચર્યનું પાલન કરવું અને ભૂમિશપ્યા રાખવી એટલે કે ગાદી, તકીયા કે તળાઈને ત્યાગ કરી જમીન પર શેત્ર છે, ધાબળી કે કંતાન ઉપર જ સૂવું. ઘંટાકર્ણને મંત્રજાપ જે સફળ થાય તો ક૯પવૃક્ષ સમાન મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com