________________
૧૪૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર હસ્તિનાપુર આવી પહોંચ્યા અને પિતાના ગુરુ સુત્રતાચાર્યને વંદના કરી. બાદ સાધુઓના પરિવાર સાથે રાજસભામાં નમુચી પાસે ગયા. વિષ્ણકુમારદિને આવતાં જોઈ નમુચી સિવાયના સર્વ રાજ્યાધિકારીઓ ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યો. બાદ નમુચીને ઉદ્દેશીને વિષ્ણુકુમારે સૌમ્ય વાણથી કહ્યું-“ચાતુર્માસ હોવાથી આ સાધુઓને તેટલે સમય વ્યતીત થાય ત્યાં સુધી સ્થિરવાસ કરવા ઘે, કારણ કે વર્ષાઋતુમાં પૃથ્વી જંતુએથી વ્યાપ્ત હોવાથી સાધુઓને વિહાર કરે ઉચિત નથી. હે બુદ્ધિમાન ! આ ભિક્ષુકે ભિક્ષાવૃત્તિ કરી ધર્મકાર્યમાં ઉદ્યમ કરે છે તેમાં તમને શી હાનિ છે?” પરંતુ નમુ. ચીને સમજવાની જરૂર જ ક્યાં હતી? તેણે વિષ્ણુકુમારને કહ્યું કે- “હું આ મુનિઓને નગરમાં રહેવા દઈશ નહિ.” વિષ્ણુકુમારે પુનઃ શાંતિપૂર્વક સમજાવતાં કહ્યું-“જે તમારી ઈચ્છા હોય તે મુનિઓ નગરમાં ન રહે. નગરની બહાર ઉદ્યાનમાં રહેવાની રજા આપે.” જેમ જેમ સમય જતે ગયો તેમ તેમ નમુચીને કેધ–સાગર માજા મૂકતો ગયે. સારા માર કે કવ્યાકર્તવ્યને તેને લેશ માત્ર વિચાર ન હતો. વિચાર કરવાને અવકાશ પણ નહોતે. અતિશય ક્રોધમાં આવી જઈ તેણે વિષગુકુમારને છેવટનું વચન સંભળાવી દીધું કે-“તમે હવે વિશેષ વાર્તાલાપ ન કરે. આ મુનિવરેની મારા રાજ્યમાં હાજરી હું કદાપિ સહન કરી શકીશ નહીં. જે તેઓને જીવવું હોય તો મારા રાજ્યનો ત્યાગ કરી ચાલ્યા જાય, અન્યથા હું સવને ઘાત કરાવીશ.
મને તેમની ગંધ પણ પ્રિય નથી.” નમુચીના અંતિમ ઉદગારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com