________________
આ સંબંધી વિશેષ સમજણ આ પુસ્તકમાં આપવામાં આવેલ સાધનવિધિમાં જણાવવામાં આવેલ છે એટલે તે હકીકતનું પુનરાવન નથી કરતે.
મંત્ર સંબંધે જેટલું લખવા ધારીએ તેટલું લખી શકાય પરંતુ સંક્ષિપ્તમાં જણાવવાનું એટલું જ કે એકનિષ્ઠાપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જતી નથી. કોઈ પણ પ્રતિસ્પર્ધી વ્યકિતને કે શત્રુને હેરાન કરવા માટે કદાપિ મંત્રનો ઉપયોગ ન કરે.
મારા અન્ય પ્રકાશની માફક આ ગ્રંથમાં પણ સાધકની સરલતા ખાતર ગ્રહે, ઘંટાકર્ણ યક્ષ, માણિભદ્ર તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી ગૌતમસ્વામી વિગેરેના ચિત્રો આપવામાં આવ્યા છે. આ કપરા કાળમાં પણ કરેલા મારા આ સાહસને સૌ કોઈ વધાવી લેશે અને આ લઘુ પુસ્તકમાં દર્શાવેલ મંત્રને પિતાની જીવન-સુધારણાર્થે ઉપયોગ કરેશે એ જ અભ્યર્થના
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યરત
G+
IiIL
IIIIIII
(1III!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com