________________
અદ્દભુત સામર્થ્યને સિદ્ધ કરતાં અનેક પ્રોગે યુરોપીય વિદ્યાએ કર્યા છે અને સાયન્સ પણ આ વાતને પુષ્ટિ આપી રહ્યું છે.
ભિન્ન ભિન્ન પ્રકારના દેવેની આરાધના માટે જુદા જુદા મંત્રે હોય છે. વરુણની મદદ માટે જુદે મંત્ર બેલાય છે અને બૃહસ્પતિની સહાય માટે પણ જુદે મંત્ર બોલાય છે. જ્યારે મં ચ્ચાર થાય છે ત્યારે શું બને છે તે તપાસીએ. જે દેવેનું તમે આરાધના કરવા માગતા હે તે દેવ સંબધી મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી ઉચ્ચ ભૂમિકા ઉપર અર્થાત્ માનસિક ભૂમિકા ઉપર દેવનો આકાર બંધાય છે અને તે દેવની પવિત્ર અને શુભ શક્તિઓ તમારી તરફ આકર્ષવાનું તે કેન્દ્ર–મધ્યબિંદુ બને છે. તે આકારમાં આવીને દેવ બેસે છે અને ભક્તની મનેકામના પૂર્ણ કરે છે.
પ્રાણીમાત્રને ચમત્કાર પસંદ છે, સિદ્ધિ જોઈએ છીએ પરંતુ તે માટે પ્રયાસ સંપૂર્ણ અને શ્રદ્ધાવાળો હોતો નથી. આ પ્રમાણે પ્રયત્ન નિષ્ફળ જાય છે ત્યારે કહે છે કે–મત્ર, તંત્ર વિગેરે કાલ્પનિક છે પરંતુ મંત્ર, તંત્ર કે યંત્રે જે ખોટા હેત તો ભૂતકાલીન શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી ધર્મવસરિ વિગેરે વિગેરે આ વિષય પર દુર્લોલ જ કરત; પરન્તુ એટલું ખ્યાલમાં રાખવું જરૂરનું છે કે મંત્રશક્તિને દુરુપયોગ ન કરવો. અંશમાત્ર દુરુપયોગ કરવા માટે શ્રી સ્થૂલભદ્ર જેવા પણ શિક્ષાપાત્ર બન્યા હતા. મંત્રજાપમાં લૌકિક લાભ કરતાં કર્મ નિર્જરોને હેતુ સવિશેષ રાખ. દેવી અધિછિત હોય તે વિઘા કહેવાય અને જે દેવ અધિરિત હોય તે મંત્ર કહેવાય.
મંત્રજપ કરનારે દાહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરવું અને જેમ બને તેમ સંયમપૂર્વક જીવનચર્યા ચાલે તેમ વર્તવું. ભૂમિ વ્યા રાખવી અને આચારવિચારમાં મલિનતાને પ્રવેશ કરવા દેવો નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com