________________
પાદરા મુકામે શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના મોટા ભેરામાં સંવત ૧૯૮૦ના આશે વદ ૧૩ ના પ્રાતઃકાળે– યોગનિષ્ઠ સૂરિદેવે ઉત્તરસાધક તરીકે સંયમી કવિવર્ય શ્રી મણીલાલ મોહનલાલ પાદરાકરને પસંદ કરી અઠ્ઠમની તપશ્ચયાં શરૂ કરી ને ગનિક આસને સૂરિદેવ-ઉત્તરસાધક શ્રી પાદરાકર સાથે સ્થિર થયા.
તેરસથી લગાવી અમાસની પાછલી રાત સુધીમેચોગ ધ્યાનની-સ્થિરતાના યોગે મંત્રસિદ્ધિના “ત્રણ દિવ્ય” –જે પૈકીના એકજ દિવ્યના દર્શન થતાં મંત્રસિદ્ધિ મનાય છે તે પ્રમાણે અનુક્રમે ત્રણે દિવ્યના દર્શન થયાં. છતાં હજુ ગુરૂદેવ તે, ઘંટાકરણ યક્ષરાજના સાક્ષાત્કાર દશનાભિલાષિ બની ધ્યાનસ્થ રહ્યાં હતાં. કારણ તેમને સંકલ્પ ઘંટાકરણ ચક્ષરાજના સાક્ષાત્ દશનને હતે.
એવામાં વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરૂષ ધનુષ્ય ને બાણ સહિત ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યો. “કાનમાં કુંડળ,માથે મુકુટ, હાથમાં ધનુષ્યબાણ, કચ્છ સહિત પ્રગટ થએલ આ મહાપુરૂષ તે “ધંટાકરણવીર હતા. ગુરૂદેવે ધરાઈને મતિ જોઈ લીધી. હૃદયપટમાં ધારી લીધી. અપૂર્વ સંતેષ પામ્યા. એકાદ પળ જેટલા સમયમાં તે વાદળ વીખરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com