________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ
૧૩૯
નાખીશ.” આ પ્રમાણે કહી રોષથી ધમધમતે નમુચી સ્વસ્થાને ચાલ્યો ગયો.
નમુચીના આવા પ્રકારના વર્તનથી અને આદેશથી સુવ્રતાચાર્ય પણ વિચારમાં પડી ગયા. શું કરવું? એ સંબંધે સર્વ મુનિરાજે વિચાર કરવા એકત્ર થયા. નગરમાં પણ હાહાકાર વ્યાપી ગયે, પરતુ નમુચીને રાજવી તરીકે અમલ ચાલતો હેવાથી કે પણ તેને કશું કહેવાને શક્તિમાન ન હતા. સુત્રતાચાર્ય અને તેના પરિવારને માથે પણ મહાઆફતરૂપી તલવાર તળાઈ રહી, કારણ કે એક તે ચાતુર્માસને સમય હતું અને તેમાં પણ છ ખંડ પર પથરાયેલી રાજસીમાને સાત દિવસમાં ત્યાગ કઈ રીતે થઈ શકે? દીર્ઘ સમય પર્યન્ત વિચાર કરવા છતાં પણ કેઈ ઉપાય ન સૂઝયો. સર્વ કોઈ ગ્લાનિમાં ગરકાવ હતા તેવામાં એક શિવે કહ્યું કે “વિષ્ણુકુમાર આપણા આ સંકટનો પરિહાર કરશે. તેમણે છ હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ તપી અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ હાલમાં મેરુપર્વત પર છે. ત્યાં સુધી ઊડીને જવાની મારામાં શક્તિ છે, પરંતુ પાછા આવવાને હું સમર્થ નથી. તેઓ આવીને આપણને કેઈ પણ માર્ગ બતાવશે. તેમની હાજરી સિવાય અત્યારે આપણે મુક્તિને કઈ માર્ગ નથી.” આ સાંભળી સુવ્રતાચાયે જણાવ્યું કે-“હે મુનિ ! તમો ત્યાં જાઓ. પાછા વળતા વિષ્ણુકુમાર તમને તેમની સાથે તેડી લાવશે.” આજ્ઞા મળતાં જ ગરુડની માફક આકાશમાર્ગે ગતિ કરતાં તે મુનિ વિષ્ણુકુમાર સમીપે ગયા અને સર્વ હકીકત કહી સંભળાવી. ક્ષણમાત્રમાં વિષ્ણુકુમાર તે મુનિને સાથે લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com