________________
૭૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
દસન થતાં જ તેની રામરાજી વિકસ્વર બની ગઈ; હૃદયમાં આનંદનાં માજા ઊછળવાં લાગ્યા. મેઘને જોતાં જ મયૂર હર્ષાન્વિત અને તેમ મુનિ–મેળાપથી સુદર્શના પુલકાંકિત બની ગઈ. ધીમે પગલે તે ઋષભદત્ત સાથ`વાહ સાથે મુનિસમીપે આવી અને વંદન કરી તેમની નજીક એઠી.જ્ઞાની મુનિવરે મુમુક્ષુ આત્માએને પેાતાની સમીપ આવેલ જાણી પરોપકાર બુદ્ધિથી કાઉસગ્ગ ધ્યાન પાટુ` અને આશીર્વાદાત્મક શદૅચ્ચારરૂપ આગ તુર્કને ‘ ધર્મલાભ આપ્યા.
પરસ્પર ધમ ચર્ચા સ ંબંધી વાર્તાલાપ થયા બાદ મુનિવરે સસારની અસારતા સમજાવતાં પેાતાની આત્મકથા કહી સંભળાવી. સુદર્શનાએ એકાગ્ર ચિત્ત તે દીર્ઘ જીવનવૃત્તાંત સાંભળ્યું અને મુનિના સાહસ, ધૈય તેમજ સહિષ્ણુતા માટે માનસિક વંદન કર્યું". પ્રાંતે સુદર્શનાને તે પવત પર પેાતાની યાદગીરી જાળવી રાખવા માટે એક જિનાલય કરાવવાની સદ્દભાવના જાગૃત થઇ અને તે સબધે ઋષભદત્ત સાથે વાહની સમતિ મળતાં જ તાત્કાલિક સાધના ને સામગ્રી વહાણમાંથી પર્વત પર મંગાવ્યાં, કારીગરાને વહાણુમાંથી ઉપર માકલ્યા. દ્રવ્યની પણ કશી કમીના ન હતી. થાડા જ દિવસમાં ગગનમ`ડળ સાથે વાર્તાલાપ કરતા શબ્દ જિનપ્રાસાદ ખડા થઇ ગયા. તે મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની લભ્ય અને ક્રાંતિમાન પ્રતિમાની સ્થાપના કરી.
આ પ્રમાણે જૈનમ'દિરના નિર્માણનું કાર્ય પૂર્ણ કરી સુદશના સપરિવાર પર્વ'તથી ઊતરી નીચે વહાણમાં આવી. વહાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com