________________
સ્ત્રીરત્નની પ્રાપ્તિ
૧૧૭
ચંપાપુરીને રાજા જન્મેજય મૃત્યુ પામ્યો અને નગરમાં દાવાનળ લાગતા અંતાપુરની સ્ત્રીઓ ભયભીત થઈને મૃગવાની માફક જેમ તેમ નાશી ગઈ. આ આપત્સમયે નાગવતી નામની રાણી પિતાની મનાવલી નામની પુત્રી સાથે આ તાપસાશ્રમમાં આવી પહોંચી. મદનાવલીની દેહલતા કમળના દંડ જેવી કે મળી હતી. તેને કેશકલાપ નાગણીની માફક વળાંક લેતે કટિપ્રદેશની આસપાસ પથરાઈ ગ હતું. તેને બહુ હસ્તોની સુંઢની સ્મૃતિ કરાવતા હતા. તેમના નયને મૃગનેને પણ પરાસ્ત કરે તેવા કમનીય હતા. આ મદનાવલીના પ્રથમ દર્શને જ મહાપદ્મકુમાર કામદેવને આધીન બન્ય. મદનાવાળી પણ કુમારના સુંદર, ઘાટીલા અને સૂર્ય સરખા દેદીપ્યમાન મુખમંડલથી તેને પ્રત્યે અનુરાગ ધરવા લાગી. નાગવતીની ચકોર દષ્ટિથી આ દેખાવ ગુપ્ત ન રહ્યો. નાગવતીએ પિતાની પુત્રીને ઉદ્દેશીને કહ્યું “વસે ! ચંચળતા ન રાખ. ધીરજનાં ફળ મીઠાં છે, નિમિત્તિયાનું વચન યાદ કર. તેણે સૂચવ્યું છે કે- તું પખંડ ભરતક્ષેત્રના સ્વામી ચક્રવર્તાની પત્ની થઈશ.’ માટે ચપળ મનને કાબૂમાં રાખ. આ કુમાર પ્રત્યેને તારો રાગ ત્યજી દે. ' તાપસેને કણે આ વૃત્તાંત અથડાતા તેઓએ મહાપદ્મકુમારને ગર્ભિત રીતે અન્યત્ર ચાલ્યા જવાને નિર્દેશ કર્યો. મહાપદ્રકુમાર મનમાં વિચારવા લાગે કે-“એક સાથે બે ચક્રવર્તી થતા નથી. માતાએ મારા જન્મસમયના ચૌદ મહાસ્વપ્ન-દર્શનની વાત કરી હતી તેથી ચક્રવર્તી થવાની મારી સંભાવના છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com