________________
૧૨૬
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રશિષ્યાદિ પારવાર યુક્ત પુનઃ હસ્તિનાપુર પધાર્યા. મહાપદ્યકુમારે સંપૂર્ણ રાજસાહાબી સાથે જઈ વિધિપૂર્વક વંદન કર્યું. જીવેની વિરાધના કર્યા વિના જેમ ભૂમિ ઉપર પગ ઉપાડી મૂકીને ચાલે છે તેમ જળમાં પણ તે એટલે જળની સપાટી ઉપર પણ) પગ ઉપાડી મૂકીને ચાલવાની શક્તિ તે જળચારણું લબ્ધિ.
ભૂમિ ઉપર ચાર અંગુલ ઊંચા રહીને ચાલવાની શકિત તે જધાચારણુ લબ્ધિ, અને અનેક પ્રકારનાં વૃક્ષો ઉપર રહેલાં ફળોને અવલંબીને ચાલવા છતાં ફળના જીવોને કિંચિત્ પણ બાધા ન ઉપજે એવી શકિત તે ફળયારણ લબ્ધિ
અનેક વૃક્ષાદિકનાં ફૂલની ઉપર પગ ઉપાડી મૂકીને ચાલવા છતાં ફૂલના છોને કંઈપણ પીડા ન થાય એવી જે ચાલવાની શક્તિ તે પુષ્પચારણ લબ્ધિ.
અનેક વૃક્ષ ઉપર રહેલાં પ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં પણ પત્રના જીવોને કંઇ પણ પીડા ન ઉપજે એવી ચાલવાની શક્તિ તે પચારણ લબ્ધિ.
ચાર સે જન ઊંચા નિષધ અને નીલવંત પર્વતની ટંકછિન્ન શ્રેણિઓના આલંબનવડે (વિષમ ટેકરીઓ ને મહાશિલાઓને અવલંબીને ) પગ મૂકી ઉપાડી ઉપર ચડવાની તેમ જ નાચે ઉતરવાની શક્તિ તે શ્રેણિચારણ લબ્ધિ.
અગ્નિની બળતી વાલાઓ ઉપર એટલે શિખાઓ ઉપર પગ ઉપાડી મૂકીને આકાશમાં ગમન કરે તે પણ અગ્નિના જીવને પીડા ન ઉપજે એવી ચાલવાની શક્તિ તે અગ્નિશિખાચરણ લબ્ધિ અથવા શિખાચરણ લબ્ધિ કહેવાય. આ લિમ્બિવડે મુનિ અગ્નિશિખા ઉપર પગ મૂકે તે પણ પગ દાઝે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com