________________
સ્ત્રીરત્નની પ્રાપ્તિ
૧૧૯
તેના પર જોરશોરથી સુંઢના પ્રહાર કર્યો. કુમાર પિતાની યુક્તિને સફળ થતી જોઈ અમેદ પાપે. તેવામાં રાજા પણ પિતાના પરિવાર સાથે ત્યાં આવી પહોંચે. લાગ જોઈ કૂદકે મારી કુમારે હસ્તીની પીઠ પાછળથી તેના પર આરોહણ કર્યું. આથી તે માતંગના અભિમાને માજા મૂકી. કુમારને પોતાની પીઠ ઉપરથી ઉછાળી મૂકવા તેણે આડુંઅવળું પરિભ્રમણ અને પિતાના દેહનું ઊંચાનીચાપણું કર્યું પરંતુ પ્રવીણ મહાપદ્મકુમારે મંડુકાસન ઇત્યાદિ વિવિધ આસનોથી હાથીને મહાત કર્યો. રાજ્ય ચાલ્યું જતાં રાજા જેમ વિલ બની જાય, વિષ નીકળી ગયા પછી સર્પ જેમ પરવશ થઈ જાય તેમ હસ્તીનો મદ ગળી જતાં તે કુમારને વશીભૂત બની ગયે. કુમારની આવી શક્તિ અને ચતુરાઈ જોઈ રાજાને દઢ નિર્ણય થઈ ગયું કે આ કુમાર કોઈ શ્રેષકુળમાં ઉત્પન્ન થયેલ છે. રાજાએ તેને આગ્રહપૂર્વક આમંત્રણ આપી પોતાની સે કન્યાઓ પરણાવી. કુમાર પણ રાજકન્યાઓ સાથે ભેગવિલાસમાં સમય પસાર કરવા લાગ્યો.
આ પ્રમાણે સિંધુસદનમાં કેટલોક સમય વ્યતીત કર્યો તેવામાં એક વિદ્યાધરીના વિજ્ઞપ્તિથી તે વૈતાઢય પર્વત પર ગયો અને ત્યાં જયચંદ્રા નામની તેના પ્રત્યે અનુરાગિણી બનેલી વિદ્યાધરી સાથે વિવાહેત્સવ કર્યો. જયચંદ્રા પ્રત્યે તેના મામાના દીકરા ગંગાધર અને મહીધર આસક્તિ ધરાવતા હતા. તેને મહાપઘકુમારના પાણિગ્રહણ મહોત્સવના સમાચાર મળતાં તેઓ બંને અત્યન્ત કદ્ધ થયા અને પિતાના સમગ્ર સૈન્ય સાથે યુદ્ધ કરવા આવ્યા, પરંતુ કેશરીસિંહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com