________________
૧૧૬
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
મારે આહંત રથ ચાલ જોઈએ અને તેની પાછળ બ્રહ્મરથ ચાલે. આ પ્રમાણે નહીં કરે તે હું ચારે આહારના ત્યાગપૂર્વક અણશણ સ્વીકારીશ.” રાજાએ બંને રાણીને સમજાવવા ઘણે પ્રયાસ કર્યો પરંતુ તેઓ બંને પિતપતાના નિર્ણયમાં અડગ રહી. રાજાને મન આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે કરવું એ એક વિકટ કોયડે બની ગયે. તેની સ્થિતિ સૂડી વચ્ચેની સેપારી જેવી અગર તે એક બાજુ વિશાળ નદી અને બીજી તરફ વ્યાધ્ર જેવી બની ગઈ. સમજાવટને પૂરેપૂરે પ્રયાસ કર્યા છતાં સ્ત્રીહઠ આગળ તેમના દરેક પ્રયાસ નિષ્ફળ નીવડયા. ત્યારે છેવટના ઉપાય તરીકે પદ્યોત્તર રાજાએ બંને રાણીઓની રથયાત્રા અટકાવી. જવાળાદેવીને આ પ્રસંગથી અતિશય દુઃખ થયું. માતાના દુઃખને પિતાની જ પીડા માનનારા મહાપદ્મને પણ આ પ્રસંગથી ઘણું જ માઠું લાયું. આ બનાવથી તેને પિતાને પોતાનું જ સ્વમાન ઘવાતું જણાયું. પુરુષાથી પુરુષ સ્વદેશમાં રહી પિતાની સ્વમાનહાનિ જેવા કરતાં પરદેશ જ ઈષ્ટ ગણે છે એટલે મહાપદ્મ પણ રાત્રિના સમયે એકલે ચાલી નીકળે અને પરિભ્રમણ કરતાં એક મહાટવીમાં તાપસના આશ્રમમાં આવી ચઢ્યો. તાપસોએ તેને આદરસત્કાર કર્યો અને મહાપદ્મ પિતાના આવાસની માફક જ ત્યાં રહેવા લાગ્યો. અહીં તેને ભવિષ્યમાં પોતાનું સ્ત્રીરત્ન થનાર કન્યાનો મેળાપ થયો, પરંતુ ભવિતવ્યા હજી પરિપકવ થયેલ ન
હોવાથી પાણિગ્રહણન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com