________________
૧૧૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચિરત્ર
કીર્ત્તિ સાંભળી તેની પાસે ગયા. મહાપદ્મ નમુચીની પરા*મશીલતા તેમજ વિચક્ષણતા સાંભળી હતી તેથી તેને પેાતાના આધિપત્ય નીચે રાખ્યા અને પેાતાના મંત્રી તરીકે સ્થાન આપ્યું. મહાપદ્મના હકુમતવાળા પ્રદેશના પ્રાંતભાગે (સીમાડા પર) સિ’હુબળ નામના રાજવી દુય હતા. તે વારવાર મહાપદ્મના ગામેમાં આવી લૂંટફાટ કરી જતેા અને પાછે તેના અભેદ્ય દુ માં ભરાઈ જતા. આ પ્રમાણેના વારવારના ઉપદ્રવથી પ્રજા ત્રાસી ઊડી અને પ્રજાના કેટલાક આગેવાનાએ મહાપદ્મ પાસે પેાતાની વીતકકથા કહી રક્ષણ કરવા માટે વિજ્ઞપ્તિ કરી. નમુચીએ પ્રસ’ગ જોઈ આ બીડું' ઝડપ્યું અને વાયુવેગે સિહખળના પ્રદેશમાં જઇ તેના કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધે અને ચુકિત-પ્રયુકિત અને રાજનીતિના સામ, દામ, દંડ અને ભેદ-એ પ્રકારના દાવપેચથી 'તે તે સિ'હખળને શરણે થવાની ફરજ પાડી. કેદી અવસ્થામાં સિંહુબળને પકડી નામુચી મહાપદ્મકુમાર પાસે લાવ્યેા. મહાપદ્મકુમારે નમુચીના આ સાહસથી તીવ્ર રજિત થઈ નમુચીને “ વર ” માગવા કહ્યું ત્યારે નમુચીને સમય આવે માગવાનું જણાવી તે વર તેમની જ પાસે થાપણ તરીકે રહેવા દીધુ. ધીમે ધીમે નમુચીએ સવ કારભાર ઉપાડી લીધે અને તે મહાપદ્મકુમારના જમણા હાથ સમાન થઈ પડ્યો. એવામાં એક એવા વિષમ અને દુઃખદાયી પ્રસંગ બની ગયા કે મહાપદ્મકુમારને પણ પરદેશ-પટન કરવું પડયું.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com