________________
૧૦૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ખાદ્ય પદાર્થ પીરસવા લાગ્યા એટલે ઈર્ષ્યાગ્નિથી બળતે સંન્યાસી શ્રેણીને તિરસ્કાર કરવા માટે વારંવાર પિતાની તર્જની આંગલવડે નાક ઘસીને તેને દેખાડવા લાગે કેતારું નાક કેવું કાપ્યું છે? કાતિક શેઠ તેને ગૂઢ ભાવ જાણી ગયા પરંતુ તે સમયે તેઓ નિરુપાય હતા. તેમણે મનમાં વિચાર્યું કે મેં પૂર્વે સંયમ સ્વીકારી લીધું હેત તે આ નિર્ભર્સને સહન કરવાને પ્રસંગ પ્રાપ્ત ન થાત. પરંતુ હવે તે “જાગ્યા ત્યાંથી સવાર”એ લક્તિ મુજબ હું આ ઘડીએ નિર્ણય કરું છું કે-જે પરમાત્મા આ બાજુ આવી ચઢે તે તેમના પાસે આ પરાધીનદશાથી મુક્ત કરાવનારી પરમેશ્વરી પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” કેવળજ્ઞાન દ્વારા કાત્તિક શ્રેષ્ઠીના મનેભાવને જાણીને શ્રી મુનિસુવ્રતસ્વામી શીવ્ર હસ્તિનાપુર આવ્યા. પ્રભુને સમવસર્યા જાણીને કાતિક શ્રેષ્ઠીને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા એટલે પરમાનંદ થયો. તેણે તરત જ તૈયારી કરી પોતાના એક હજાર વણિક નોકરો સાથે પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી અને સંયમધમનું એકનિષ્ઠાપૂર્વક આરાધન શરૂ કર્યું. બાર વર્ષ પર્યત નિર્મળ ચારિત્ર પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામી કાર્તિક શ્રેષ્ઠી સૌધર્મેદ્ર થયા.
આ બાજુ સંન્યાસી પણ અજ્ઞાન તપ તપી, આયુ પૂર્ણ થયે મૃત્યુ પામી સૌધર્મેદ્રના જ વાહન તરીકે અરાવણ દેવ થયો. પૂર્વભવના વેર તથા શ્વેષભાવને કારણે અરાવણ હસ્તીએ સૌધર્મેદ્રને જોતાં જ નાસવા માંડયું. કાત્તિક શ્રેષ્ઠીના જીવે તેને શીઘ પકડી તેના પર આરોહણ કર્યું એટલે અરાવણે પિતાના એ મસ્તક કર્યા ત્યારે સૌધર્મેદ્દે પણ પિતાના બે સ્વરૂપવિફર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com