________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનુ' મેાક્ષગમન
૧૦૩
પસાર થયા તેવામાં સન્યાસીને જણાયું કે સૌ કાઈ મારા પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધરાવે છે, એક માત્ર કાર્તિક શેઠ પેાતાના વદનાથે આવેલ નથી. તેણે કાર્તિક શ્રેષ્ઠીને કહેવરાવ્યું. લેાકેા પણ કાર્તિક શેઠની મમતા શું નિણૅય કરે છે તે જાણવા ઇંતેજાર અન્યા. સામાન્ય માનવી ચુદ્ધને ભય આવતાં જ નાશી જાય, પરન્તુ શુરા સુભટ તે સંગ્રામમાં મેાખરે રહે અને કાઈ પણ સચેાગમાં પેાતાનું સ્થાન ન છેાડે. કાર્તિક શેઠે પણ પેાતાની પ્રતિજ્ઞાના પાલનાથે સન્યાસીના કથનના અસ્વીકાર કર્યાં. સન્યાસી તેમના પ્રત્યે રાષે ભરાયે। અને ત્યારથી જ તેના છિદ્રો જોવા અને અનુકૂળ સમયે હેરાન કરવા મનમાં ને મનમાં જ મનસૂબે કર્યાં.
કાર્તિક શેઠની કસોટીની પળ પણ આવી પહેાંચી. બન્યું એવું કે એકદા રાજવીએ સન્યાસીને પેાતાને ત્યાં પારણું કરવાનું નિમંત્રણ આપ્યું. સન્યાસીએ કાર્તિક શેઠને સંકટમાં નાખવાની આ અમૂલી તક ઝડપી લઈ રાજાને જણાવ્યું કે-“ જો કાર્તિક શેઠ તમારે ત્યાં આવીને મને પીરસે તે હું તમારે ત્યાં પારણુ’ કરવા આવું. ” રાજાને આમાં સંન્યાસીના માયાભાવની ગંધ સરખી પણ ન આવી. તેણે નિર્દોષભાવે તે માગણી સ્વીકારી અને કાર્તિક શેઠને પણ કહેણુ મેાકલાવ્યું, કાર્તિક શ્રેષ્ઠી સન્યાસીની ચા૩ખાજી સમજી ગયા, પરંતુ રાજાજ્ઞાના અમલ કર્યો સિવાય છૂટકે ન હતા. યોગ્ય સમયે રાજા પાસે આવી તેમણે નમ્રભાવે જણાવ્યુ` કે સન્યાસીને પારણું કરાવવુ' તે માશ કુળધમ' નથી. આપની આજ્ઞાને વશ થઇ આ કાય મારે કરવુ પડે છે.” બાદ ગ્લાન વદને શ્રેષ્ઠી સન્યાસીને એક પછી એક
cr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com