________________
૧૦૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર હતું કે તેને ત્યાં એક હજાર જેટલા વણિકપુત્રે કાર્ય કરતા હતા. તે શ્રેણી જૈન ધર્મનુયાયી અને ટેકીલો હતે. સત્ય ધર્મનું તે મૂલ્યાંકન કરી શક હતું અને તેને પરિણામે તે કદી પણ મિથ્યાત્વીઓને સંસર્ગ કરતે નહિ. નગરને વિષે પણ કાર્તિક શ્રેષ્ઠીની ધમ દઢતા પ્રશંસા પાત્ર લેખાતી અને તેની સુવાસ પૃથ્વીતલ પર પણ દૂર-દૂર પર્યન્ત પ્રસરી હતી.
ગુલાબના પુષ્પની સુગંધ તે વખણાય છે પરંતુ તેના ઉપભંગ કરનારને કંટકની વેદના પણ સહન કરવી પડે છે. અગ્નિને તાપ સહન કર્યા વિના સાચા સુવર્ણ તરીકેની કીર્તિ પ્રાપ્ત થતી નથી તેમ કાર્તિક શ્રેણીના સંબંધમાં પણ બન્યું. તે નગરમાં ઐરિક નામને સંન્યાસી આવી ચઢ. સંન્યાસી ઉગ્ર તપસ્વી હતે. મહિના મહિનાના ઉપવાસ કરત. આવી તપશ્ચર્યાથી આકર્ષાઈ નગરજને તેને આદરસત્કાર તેમજ પૂજન કરવા લાગ્યા. તેની તીવ્ર તપશ્ચર્યાની વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ અને રાજાના કર્ણ પર્યન્ત પણ પહોંચી. રાજા પણ દબદબાપૂર્વક તેને વંદન કરવા ગયે. રાજાના આવા બહુમાનથી તાપસના અભિમાને આકાશમાં વાસ કર્યો. ખરેખર દૂધને ઉછાળો આવતાં કેટલો સમય લાગે? સરેવર કે નદી-નાળાને ઉભરાઈ જતાં કેટલે સમય લાગે? સાગર જ ગંભીર રીતે અખૂટ જળપ્રવાહને પિતાના પેટાળમાં સમાવી શકે. સીકેઈ સંન્યાસીના દર્શને આવતા, પજન કરતા અને પિતાને ત્યાં પારાણું કરવા માટે પણ પ્રાર્થના કરતા. આ પ્રમાણે થોડા દિવસો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com