________________
શ્રી મુનિસુવ્રતસ્વામીનું મેાક્ષગમન
૧૦૫
આદ તેના કુ'ભસ્થળ ઉપર પેાતાના વજ્રના પ્રહાર કરવાવડે તેને તાત્કાલિક વશ કર્યાં. ખરેખર કીડી હાય કે કુ ંજર, રાય હાય કે રંક પરંતુ તેને કર્માંની વિચિત્ર ગતિને વશ થવું જ પડે છે.
આ પ્રમાણે વિચરતાં વિચરતાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીએ ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિખાધ આપીને તાર્યાં. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે અગ્યાર માસ ન્યૂન સાડાસાત હજાર વર્ષ પર્યંન્ત પૃથ્વી પર પરિભ્રમણ કર્યું' અને તેને પરિણામે તેમના પરિવાર નીચે પ્રમાણે થયા.
ત્રીશ હજાર મહાત્મા સાધુ, પચાશ હજાર સાધ્વીએ, પાંચસો ચૌદ ધારી, અઢારસા અવિધજ્ઞાની, પદરસેા મનઃપયાઁવજ્ઞાની, અઢારસે કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિધારી, આરસા વાદલબ્ધિવાળા, એક લાખ ને ખેતર હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓ.
બાદ પેાતાના નિર્વાણુકાળ સમીપ આવ્યા જાણી તેએશ્રી સમેતશિખરગિરિ પર પધાર્યા અને ત્યાં એક હજાર મુનિવરોની સાથે અનશન સ્વીકાર્યું. એક માસને અ ંતે જયેષ્ઠ માસની કૃષ્ણ નવમીને દિવસે તેમણે સિદ્ધિસ્થાન પ્રાપ્ત કર્યું. તેમનુ કુલ આયુષ્ય ત્રીશ હજાર વર્ષનું હતું. તે પકી સાડાસાત હજાર વર્ષી કુમારવયમાં, પંદર હેજાર વર્ષે રાજ્યપાલનમાં અને સાડાસાત વર્ષે હજાર વ્રતમાં વ્યતીત કર્યાં. ઇંદ્રોએ, ધ્રુવ-દેવીઓએ તેમજ ભૂપીઠના નરાધીપે એ પરમાત્માના નિર્વાણુ મહાત્સવ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com