________________
૧૧૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પાષાણુવત્ સ્થિર કરી દીધે. પ્રાતઃકાળે રાજા વિગેરે સમસ્ત પીરજને નમુચીને તેવી વિચિત્ર સ્થિતિમાં નીહાળી વિસ્મય પામ્યાં. બાદ ગુરુ પાસે આવી, સત્ય હકીકત જાણું, તેના પર ફીટકાર વર્ષાવી સૌ ચાલ્યા ગયા. ગુરુને નમુચીની પરાધીન દશા પર દયા આવવાથી તેને મુક્ત કરાવ્યું. નમુચી પણ આ અપમાનિત દશામાં ઉજનમાં રહેવા કરતાં દેશાંતર જવા નીકળી પડ્યો. કહ્યું પણ છે કે
यस्मिन् देशे न सम्मानो, न वृत्तिन च बांधवः । न च विद्यागमोऽप्यस्ति. वासं तत्र न कारयेत् ।।
જે દેશમાં સન્માન ન સચવાય, આદરસત્કાર ન મળે, તિરસ્કરણીય દશામાં રહેવું પડે, આજીવિકાનું કોઈ સાધન ન હોય, વિદ્યાપ્રાપ્તિ ન થઇ શકે તેમ હોય તેવા દેશમાં કદાપિ નિવાસ ન કરવું. તેના કરતાં તે દેશાંતર જવું સારું.
આ પ્રમાણે વિચાર કરી નમુચીએ પૃથ્વીપર્યટન શરૂ કર્યું. પરિભ્રમણ કરતાં કરતાં તે હસ્તિનાપુરમાં આવી ચઢ્યો અને યુવરાજ મહાપની સેવામાં જોડાઈ ગયો. આ મહાપદ્મ યુવરાજ કોણ? તે સંબંધી હકીકત આપણે તપાસી જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com