________________
નાસ્તિક નમુચી
૧૦૯
વેશમાં તે બાલમુનિને કહી સંભળાવ્યું કે “તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદધર્મથી બહિષ્કૃત છે.” મમત્ત ગજને વશ કરવાને માટે નાને એ એક અંકુશ માત્ર બસ છે. ધસમસતા જતા એ જીનને અંકુશમાં રાખવા માટે એક નાનકડી સ્પ્રીંગ જ બસ છે. સુલક સાધુએ નમુચીને તેના પ્રશ્નને એ યુક્તિસંગત જવાબ આપે કે પોતે જ પ્રત્યુત્તર સાંભળી સ્થભવત્ સ્થિર થઈ ગયો. રાજવી અને તેને પરિવાર બાલસાધુની બુદ્ધિમત્તા જોઈ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. બાલસાધુએ નમુચીને જવાબ આપે કે “વિષયાસક્તિ તે જ અપવિત્ર છે અને તેને જે ઉપાસક તે પાખંડી કહેવાય. વેદમાં પણ પાણીનું સ્થાન, ખાંડણી, ચૂલે, ઘંટી અને સાવરણીએ પાંચ પાપબંધનાં કારણે કહ્યા છે. તેને ત્યાગ કરવાનું ફરમાન છે છતાં તમે તેને ઉપયોગ કરે છે; જ્યારે અમે તો તેનાથી તદ્દન નિર્લેપ છીએ તે વેદબાહી અમે કે તમે?”
આ સચેટ ને બુદ્ધિપૂર્વકનો જવાબ સાંભળી નમુચી ઝંખવાણે પડી ગયે. અત્યારસુધી જવાળામુખી પર્વતના લાવા રસની માફક ઉકળતે તેને અભિમાન રસ એકદમ શીતળ થઈ ગયો. તે સમયે તો તે વિલ બની જઈને રાજાની સાથે સ્વસ્થાને પાછો ફર્યો, પરંતુ તેના મનમાં વરાગ્નિએ પ્રવેશ કર્યો. કોઈ પણ પ્રકારે આ અપમાનને બદલે લેવા નિશ્ચય કર્યો. દીર્ઘ સમયની વિચારણાને અંતે રેષિત નમુચીએ રાત્રિના અંધકારમાં તે ક્ષુલ્લક સાધુને વધ કરવાનો નિર્ણય કરી રાત્રિ થતાં જ તે માટે તૈયાર થઈ જવામાં તે ઉદ્યાન નજીક આવે તેવામાં શાસનદેવીએ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com