________________
નાસ્તિક નમુચી
૧૦૭.
તેને નમુચી નામને વિચક્ષણ પણ મિથ્યાત્વી પ્રધાન હતે. તે રાજનીતિમાં કુશળ હતો પરંતુ તેનામાં એક મહાદૂષણ એ હતું કે તે પિતાના હઠાગ્રહને કદી ત્યાગ કરતે નહિ. એકદા તે નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુવત નામના આચાર્ય પિતાના પંડિત શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા. તેમને વંદના જતે લેકસમૂહ ગવાક્ષમાં બેઠેલા રાજવી શ્રીવર્મની નજરે પડયે. ટેળાબંધ લોકોનું આવાગમન નીરખી રાજાને કુતુહળ થતાં તેણે તપાસ કરાવી તે સત્ય હકીકત જણાઈ. નમુચી ભૂપ પાસે જ બેઠે હતું એટલે તેને ઉદ્દેશીને રાજવીએ કહ્યું કે-“ચાલે, આપણે પણ ત્યાં જઈ, સંતપુરુષના દર્શન કરી પાવન થઈએ અને ધર્મ-શ્રવણ કરીએ. ” નમુચી મિથ્યાત્વી હતું, જન સાધુને પ્રભાવ રાજા પર પડે તેથી તે નાખુશ થતું હતું, એટલે તેણે સગર્વ જણાવ્યું કે-“તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તે હું સંભળાવું. આપને ત્યાં સુધી ગમન કરવાને પરિશ્રમ લેવાની જરૂર નથી.” નમુચીનું આ પ્રમાણે કથન સાંભળી રાજાએ પુનઃ કહ્યું કે “ચાલ, જોઈએ તે ખરા કે તે કેવા વિદ્વાન છે?” રાજાની આંતરિક ઈચ્છા સંત સમીપે જવાની જાણ નમુચીએ નિરુપાયે કહ્યું કે-“ભલે ચાલે, પણ તેમના પાસેથી તમને કશું નવીન જાણવાનું નહીં મળે. એ લોકે અજ્ઞાન છે અને ભોળા લોકોને ભરમાવે છે. મારા પાંડિયા પાસે એ જન સાધુઓ કશી ગણત્રીમાં નથી. આપે માત્ર તટસ્થ તરીકે જોયા કરવું. હું તેમને આપની સમક્ષ જ નિરુત્તર બનાવી તેમની પિકળતા સાબિત કરી બતાવીશ.” કમળાના રોગથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com