________________
વિભાગ ત્રીજો પ્રકરણ ૧ લું
નાસ્તિક નમુચી લસણની કળીને કરતૂરી સાથે રાખવામાં આવે તે પણ તે પિતાની દુર્ગધને સ્વભાવ ન તજે તેમ કેલસાને સાબૂદ્વારા વારંવાર જોવામાં આવે છતાં તે પિતાની શ્યામતા ન તજે તેમ આ ધરાતલને વિષે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે તેઓ સત્ય સમજવા છતાં પિતાના કદાગ્રહને કારણે સત્ય વસ્તુને સ્વીકાર કરી શકતા નથી તેમજ મમત્વભાવને પરિહાર પણ કરી શકતા નથી. શાસ્ત્રકાર તેવા સ્વભાવવાળા પ્રાણીઓને મગરોળીયા પાષાણની ઉપમા આપે છે તે યથાર્થ જ છે. મગશેળીયો પાષાણ એ છે કે તેના પર પુષ્કરાવતને મેઘ જળધારા વર્ષાવે તે પણ લેશ માત્ર ભીંજાય નહિ. આ ઉક્તિને જાણે બરાબર ચરિત્ર તાર્થ કરતું હોય તેમ નમુચીનું દષ્ટાન્ત બંધબેસતું થાય છે.
ઉજજૈનીની ગાદી પર શ્રીવમ રાજવી રાજ્ય કરી રહ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com