________________
૧૦૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
કરવું તે હકમ-ભવભીરુ ભવ્ય પ્રાણીઓ માટે અતિ અગત્યનું છે. પ્રાસાદ પર આરોહણ કરવા માટે જેમ રજજુનું આલંબન ગ્રહણ કરવું પડે તેમ સિદ્ધસ્થાનરૂપ મહેલ પર ચઢવા માટે આ શ્રાવક ધર્મનાં વતે દેરડા સમાન છે.
સુદર્શનાએ શ્રાવકનાં આ વ્રત મનમાં અવધારી લીધા અને તેનું યથાશક્તિ પાલન કરવા પ્રયત્ન શરૂ કર્યો તેવામાં તેને અચાનક જણાયું કે–પિતાનું આયુષ્ય હવે અતિ અલ્પ છે. ભાગ્યવાન આત્માને ભવિષ્યના સૂચક બનાની ઝાંખી થઈ જાય છે. તરત જ તેણે મુક્તહસ્તે દાન આપવું શરૂ કર્યું. પિતાના વડીલજન પ્રત્યે થયેલ અવિનય વિગેરેની માફી માગી અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણ અંગીકાર કરવાપૂર્વક ફાગુન શુદિ ૧૫ ને દિવસે અણુશણ સ્વીકાર્યું. પ્રતિદિન શાસ્ત્ર શ્રવણ કરતી, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતી તેમજ ધર્મધ્યાનની ધારાએ ચઢી તેણીએ સમાધિપૂર્વક વૈશાખ શુક્લા પંચમીને દિવસે સ્વર્ગવાસ કર્યો. આ રીતે સુદર્શન સમાધિપૂર્વક મૃત્યુ પામીને દિવસે ઈશાન દેવલેકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com