________________
૭૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હા પાડે તે સુદર્શના સરખી વિચક્ષણ ને સમજુ પુત્રીને વિયેગનું દુઃખ અને જે ના પાડે તે સુદર્શનને થનારું હૃદયદુઃખ. એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવું ધમ–સંકટ ઉદભવ્યું. સુદર્શના પ્રત્યે ચંદ્રલેખા રાણીને એ મમતાભાવ હતું કે તેના સિવાય એક ક્ષણ પણ અળગી રહી શક્તી નહી. રાજા તથા રાણીએ સુદર્શનાને વિવિધ પ્રકારે મનાવી અને પિતાનો નિશ્ચય ત્યજી દેવા સમજાવી, પરતુ ઉપકારી મુનિવરોને મળવાની તીવ્ર ઉત્કંઠાવાળી સુદર્શનાએ માત-પિતાને ગાઢ મેહ દૂર કરવા શાંત પણ ઉપદેશક શબ્દમાં છેડે બેધ કર્યો. રાન કરતાં પણ રાણી ચંદ્રલેખાને સુદર્શનાનું વિગદુઃખ અત્યંત સાલતું હતું. સાત-સાત પુત્ર પછી એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી અને તે પણ દેવસહાયથી પ્રાપ્ત થયેલ. આવી પુત્રી વાત્સલ્યના અખંડ ઝરાને શેષવીને પરદેશ પ્રયાણ કરશે તે વિચારે ચંદ્રલેખાને દુઃખના અગાધ ગર્તામાં ધકેલી દીધી. માતાન આવે દયામણો ચહેરો અને વિચારમગ્ન સ્થિતિ નીરખી સુદર્શનાને ઘણું જ લાગી આવ્યું, પરંતુ તેનું પોતાનું કર્તવ્ય તેને પુનઃ મક્કમ બનાવતું. છેવટે તેણે માતાને શાંત શબ્દોમાં દિલાસે આવે અને મહામુશીબતે ઉભય પાસેથી ભરુચ–પ્રયાણ માટે સંમતિ મેળવી.
પુત્રીને મક્કમ નિરધાર જોઈ રાજવીએ ત્રાષભદત્ત વ્યવહારીને સર્વ પ્રકારની સગવડપૂર્વક પિતાની પુત્રીને સાથે લઈ
જવા ભલામણ કરી અને પુત્રીના પ્રયાણની તૈયારી આરંભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com