________________
પ્રકરણ સાતમું
અંતિમ અભિનંદન
જયાં સુધી સુવર્ણની પ્રાપ્તિ ન થઈ હોય–તે નજરે ન નીહાળ્યું હોય ત્યાં સુધી પ્રાણી પીત્તળમાં રાચે–માચે, તેની પ્રાપ્તિથી પિતાને આનંદ પ્રદર્શિત કરે પરંતુ જ્યારે તેને કનકની પ્રાપ્તિ થાય ત્યારે તે પૂર્વના પીત્તળને ત્યાગ કરે છે તેમ રાજકુમારી સુદર્શનાના સંબંધમાં પણ બન્યું. અત્યારસુધી તે રાજકુમારી સિંહલદ્વીપને જ સર્વસ્વ માની આનંદપૂર્વક રહેતી હતી પરંતુ જ્યારથી આયવતનું ભગુકચ્છ (ભરુચ) તેના
સ્મૃતિપટમાં ખડું થયું ત્યારથી તેને તે નગરે પહોંચી જવાની પૂરેપૂરી તાલાવેલી લાગી. સ્વશ્રેયાર્થે પ્રાણી જેમ મિથ્યા માર્ગને ત્યાગ કરી જેન ધર્મને આશ્રય લે તેમ સુદર્શનાએ તાત્કાલિક પ્રયાણને નિર્ણય કર્યો. તેમાં પણ આ તે ઉપકારી એવા મુનિવરના મેળાપ અર્થે જવાની અભિલાષા. સુદર્શનાએ પિતાના માતા-પિતા સમક્ષ પોતાની હયેરછા વ્યક્ત કરી
માત-પિતાને મન એક કઠિન કોયડો ઉપસ્થિત થયો. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com