________________
સમસ્યા પતિ ને જાતિસ્મરણ જ્ઞાન
વિષાદમાં પલટાઈ ગયે. રાજવીનું પ્રસન્ન સુખ ગ્લાનિને અંગે શ્યામ બની ગયું. આ સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિક જ પણ ક્ષેભ પામી ગયા. શીતપચાર શરૂ કરતાં સુદર્શના કેટલીક વારે સચેત થઈ. રાજાએ શાંત્વન અર્થે પિતાના ઉસંગમાં તેને બેસારી છતાં પણ સુદર્શન વારંવાર ભદત્ત સામું જોવા લાગી. અજાણ્યા માનવી પ્રત્યે વારંવાર સુદર્શનાને નીરખતી જોઈ રાજા મનમાં કંઈ સંકલ્પ-વિકલ્પ કરે તેવામાં તે સુદર્શનાએ સાર્થવાહ સાથે વાર્તાલાપ આર.
“હે ધર્મબંધુ! હે જિસેંદ્રમતાનુયાયી ! તમને કુશળ છે ને? તમે ભરૂચ નગરથી આવે છે તે પંચેટિયરૂપી હસ્તીઓને જીતવામાં સિંહ તુલ્ય મહામુનિવરે ક્ષેમકુશળ છે ને ?”
સાર્થવાહ પિતાની સાથેના સુદર્શનાના આવા સંભાષણથી આશ્ચર્ય તે પાપે પણ તેણે સુદર્શનના પ્રશ્નોને જવાબ આપતાં કહ્યું કે-“હે રાજકુમારી ! ભરુચ નગરમાં સર્વ મુનિવરો શાતામાં છે. પરિષહેને સહન કરતાં તેઓ વિધવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરે છે.”
સાર્થવાહ ને સુદર્શનાના પ્રશ્ન-જવાબથી રાજવી ચંદ્રગુપ્ત તેમજ સમગ્ર સભાજનોને કશી માહિતી મળી નહિ. તેઓ આ બંનેના વાર્તાલાપથી કશું સમજી શકયા ન હૈ એટલે ચંદ્રગુપ્ત પિતે જ પોતાની પુત્રીને પૂછ્યું:-“પુત્રી, ભય નગર સંબંધી તું શું વાત કરે છે ? શું તું આ સાર્થવાહને ઓળખે છે? મુનિવર શું ? શાતા શું ? તમારા બંનેના પરસ્પર કથનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com