________________
શકુનિકાવિહાર
૭૭
ઋષભદત્ત સાથે વાહે ચંદ્રગુપ્ત રાજાની ભલામણ અને સવિસ્તર વૃત્તાંત કહી સંભળાવ્યો. સુદર્શનાના ચમત્કારિક જીવનથી વિસ્મય પામેલા જિતશત્રુ રાજાએ અપૂર્વ પ્રેમભાવથી તેને સત્કાર કર્યો અને તેમના પ્રત્યે અતીવ રંજિત થઈ સૂર્યાસ્ત સુધીમાં એક બાજુ એક અશ્વ અને બીજી બાજુ એક હાથી દેડીને જ્યાં સુધી પહોચે તેટલી ભૂમિ બક્ષીસ તરીકે અર્પણ કરી.
ભાગ્યશાળીને પગલે પગલે ઋદ્ધિ સાંપડે તેમ સુદર્શનને પિતાની પૂર્વજન્મની ભૂમિ પર પગ મુક જ શ્રેષ્ઠ સગવડતા સપડી. બક્ષીસ મળેલી જમીન પર અશ્વના ગમન પર્યંત ઘેટકપુર અને હસ્તીના ગમન પર્યત હસ્તીપુર નામના નગર વસાવ્યા. સુદર્શનાએ રાજમહેલમાં જઈ કંઈક સ્વસ્થતા પ્રાપ્ત કરી અને જે મનવાંછિત અને ઝંખના માટે તે અપાર સાગરનું ઉલ્લંઘન કરીને અત્રે આવી પહોંચી હતી તે મુનિવરોને તેમજ પિતાના શમળીના ભવના નિવાસસ્થાનને નીહાળવા તેનું મન તલપાપડ બન્યું. તરત જ તેની સાધના માટે તે નીકળી પડી. વિશાળ વડવૃક્ષ નજીક આવતાં જ પૂર્વનાં બધાં અરણે નજર સામે જ તરવરતાં હોય તેમ સ્મૃતિમાં ખડા થવા લાગ્યા. સમળીને માળે, બચ્ચા, સ્વેચ્છને પડો, મ્લેચ્છનું શરસંધાન, બાણથી વીંધાઈને સમળીનું પૃથ્વી પર પતન, મહામુશ્કેલી. વટવૃક્ષ નજીક આગમન, મુનિનનું આશ્વાસન અને નવકાર મંત્રનું શ્રવણ-આ બધા પ્રસંગો તેના મનમાં ચિત્રપટના ચિત્રોની માફક એક પછી એક સરકી ગયા ત્યાંથી આગળ ચાલી
જ્યાં મુનિવરોને વિસ હતો ત્યાં આવી અને તેમને નમ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com