________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અનુષાનો પણ એટલા જ અગત્યના ને આચરણીય છે. ધીમે ધીમે તેણે તપનું સ્વરૂપ અને પ્રકારે તેમજ નવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રાણ ભાવનાશીલ હોવા છતાં તેનું આચરણ શુદ્ધ અને ધર્મમય હોવું જોઈએ. માત્ર જ્ઞાનની ઓળખથી કે વિચારણાથી આત્મકલ્યાણ નથી સધાતું પણ તેને આચરણમાં ઉતારવાથી સધાય છે.
પ્રતિદિનના સાધુસંસર્ગથી સુદર્શનાના જીવનમાં અને પલટો આવી ગયો. જાણે તે એક સાધ્વીની માફક જીવન ગાળતી હેય તેમ તેણે પોતાની રહેણીકરણી અને આહાર નિર્દોષ અને પવિત્ર બનાવ્યા. એકદા તેણે દુઃખદ સંસાર-કારાગારથી મુક્ત થવાના ઉપાય તરીકે તેનું સ્વરૂપ પૂછયું એટલે ગુરુમહારાજે સંયમ ધર્મના પાનરૂપ શ્રાવકનાં ધર્મ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે કહી સંભળાવ્યા. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
કેઈપણ નિરપરાધી ત્રસ જીવને ઈરાદાપૂર્વક સંકલ્પીને, જાણી જોઈને હણવાની બુદ્ધિએ હણ નહીં. ઘર, કૂપ, નદી, તડાગાદિકમાં તથા આરંભ સમારંભે, વ્યાપારમાં તેમ જ ઔષધાદિકના પ્રયોગથી હણાય તેની જયણા આ વ્રતના પાંચ અતિચાર છે તે અતિચાર લાગવા ન દેવા. આ અતિચાર નીચે પ્રમાણે જાણવા.
૧. વધ-ક્રોધ કરીને ગાય, ઘેડા પ્રમુખ પશુઓને મારવા. ૨. ગાય, બળદ પ્રમુખ જાનવરને ગાઢ બંધનથી બાંધવા. ૩. છવિ૨છેદ-બળદ પ્રમુખના કાન છેદવા તથા નાથ ઘાલવી ઈત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com