________________
અંતિમ અભિનંદન
૭૩
દીધી. સાર્થવાહ સાથે સુદર્શનાએ સિંહલદ્વીપને છેલ્લે નમસ્કાર કરી પરદેશ–પ્રયાણ આરંભ્ય.
સુદર્શનાના હૃદયના વેગની સાથે જ વહાણ પણ શીઘ્રગતિએ ચાલવા લાગ્યું. આનંદ-કલ્લોલ અને ધર્મચર્ચા કરતાં કેટલાક દિવસે સાગરની સપાટી પર પસાર થયા તેવામાં સમુદ્રની મધ્યમાં એક પહાડ સુદર્શનાની દષ્ટિએ પડ્યો. આ પહાડની સૌંદર્યતા અને હરિયાળી વૃક્ષરાજી નીહાળી તેને અત્યંત આશ્ચર્ય થયું. તે એવામાં આ પર્વત સંબંધી પ્રશ્ન કરે છે તેવામાં તે પવનની અનુકૂળતાથી જહાજે તેની લગલગ આવી પહોંચ્યા અને સુદર્શનાની ઈચ્છાથી વહાણવટીઓએ ત્યાં લંગર નાખ્યાં.
સાર્થવાહ ઋષભદત્ત તેમજ સુદર્શન વિગેરે તે પર્વત પર ચઢવા લાગ્યા અને જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ તેમનાં હષ–કલેલે વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. પવનની મંદ મંદ શીતલ લહરીઓ મનને મુગ્ધ બનાવી રહી હતી અને કોયલનો મીઠો કલરવ કર્ણને અમૃતપાન કરાવી રહ્યો હતે સમુદ્રના મધ્યભાગમાં આ વિમળ પર્વત આવેલ હે મનુષ્યોની અવરજવર કવચિત જ થતી અને તેને કારણે આ પર્વત નિર્જન જેવો જણાત.
ઉપર ચઢળ્યા બાદ આસપાસ અવલોકન કરતાં સુદર્શનની ચકોર દષ્ટિએ એક મુનિવર ચહમા. જેને માટે તે ઝંખના કરી
હી હતી, જેને માટે અગાધ સાગર ખેડી રહી હતી તે મુનિવરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com