________________
૪૫
અશ્વાવબોધતીર્થની ઉત્પત્તિ કંકાસને સંપૂર્ણ નાશ અને શાંતિનું અપર્વ સામ્રાજ્ય. તે સમવસરણમાં દેવ અને માન આવતાં એટલું જ નહિં પણ તિર્યંચ પશુ કે પક્ષીગણ દેશનાને લાભ લેતે. અને આશ્ચર્યની વાત તે એ હતી કે પશુ ને મનુષ્ય સૌ પિતતાની ભાષામાં પરમાત્માની દેશનાને સમજી શકતા. વેર કે વિરોધને એક અંશ માત્ર પણ ત્યાં અસ્તિત્વ ન ધરાવતે. મૃગ અને સિંહ, સર્ષ અને નેળિયે, માર અને ઉંદર. શ્વાન અને પારાપત ઈત્યાદિ જાતિવરવાળા પ્રાણીઓ પણ એક જ સ્થાને એકી સાથે બેસી શાંતચિત્તથી પ્રભુની વાણુરૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા. આ ગ્રંથમાં આપવામાં આવેલ તે સંબંધીનું ચિત્ર આ વસ્તુને આપણી નજર સમક્ષ તાદશ્ય કરે છે. આવા અતિશયને કારણે જ તીર્થંકર પરમાત્મા વિશ્વની વિરલ વિભૂતિ અને તારણહાર મનાય છે.
સમવસરણમાં સૌએ પિતતાને ઉચિત સ્થાને જગ્યા લીધી એટલે પરમાત્માએ દેશના પ્રારંભ કર્યો. પર્વતના શિખર પર રહેલ અખંડ ઝરા માંથી જેમ નિર્મળ વારિ-વેધ વહ્યા જ કરે તેમ પરમાત્માના વૈરાગ્યાદ્રિ હૃદયમાંથી વૈરાગ્ય-ભાવનાને ધ વહેવા લાગ્યો. જેમાં શ્રેષ્ઠ સુભટ પોતાના એક પછી એક ચઢિયાતા શોનો ઉપયોગ કરે તેમ પરમાત્માએ એક પછી વિશિષ્ટ સરલ વાક્ય-રચનાથી મહારાજાને નાશ કરનારી દેશના આપવા માંડી. સમસ્ત પર્ષદા ચિત્રમાં આલેખાયેલ હોય તેમ ખંભિત બની એકચિત્તે શ્રવણ કરવા લાગી. પરમાત્માએ પ્રારંભિક દેશના બાદ શ્રી જિનમંદિરની મહત્તા, તેના નિર્માપણુથી થતે અપૂર્વ લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com