________________
૬૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સ્પર્ધા કરતી પરંતુ અંતે તે તેમાં નિષ્ફળ જ નીવડતી, કારણ કે ચંદ્રની રેખા વાંકી હોય છે જ્યારે ચંદ્રલેખામાં વક્રપણાને સદંતર અભાવ જ હતે અર્થાત્ તેણી સરલ સ્વભાવની હતી. ભોગવિલાસ માણતાં તેને એક પછી એક પરાક્રમશાળી સાત પુત્રો થયા. આ સંસારમાં ગમે તેટલી સુખપ્રાપ્તિ થાય છતાં કોઈ પૂર્ણ સંતેષ પામ્યું છે? સ્ત્રાણા પઘા-એ નિયમાનુસાર જેમ જેમ લાભ સુખ પ્રાપ્ત થતું જાય તેમ તેમ લેભ-તૃષ્ણ વધતી જ જાય છે. ચંદ્રલેખાને પણ મનમાં જ એક એવી ઝંખના ઉદ્ભવી કે સાત પુત્ર તે થયા પણ મારે એક પુત્રી થાય તે મારું સંસારસુખ સંપૂર્ણ થયું મનાય. ખરેખર પિતાનું વાત્સલ્ય પુત્ર પ્રત્યે અને માતાનું વાત્સલ્ય પુત્રી પર વિશેષ હોય છે. પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ તે કર્માધીન છે. તે બાબતમાં પામર માનવ જાત તે પરવશ છે. આધુનિક સંસારમાં પણ આપણે વિચિત્ર ઘટના જોઈ શકીએ છીએ. લાખે કે કરડેના માલિકને ત્યાં શેર માટીની (પુત્રની) તંગી હોય છે અને દરિદ્ર યા તો “કાલ શુ ખાશું?” તેવી જાતના વિચારોળા રંકને ત્યાં સંતાનોની પરંપરા હોય છે. કેઈને સંતાનપ્રાપ્તિ થાય તે પણ તે સંસ્કારવિહીન અને માતાપિતાને ઊલટી દુઃખસાગરમાં ધકેલનારી નિવડે છે. સરળ, સંસ્કારી અને ભક્તિમાન સંતાન તે ભાગ્યશાળી વિરલ પુરુષને જ સાંપડે છે. આ પરિસ્થિતિથી અજ્ઞાન ચંદ્રલેખા એક પુત્રી માટે ઝંખતી. એવી રીતે વિચારણા કરતી તે એકદા ઝરુખામાં બેઠી હતી તેવામાં લેકના ટેળે ટેળે નજરાણું લઈને જતા અને પાછા ફરતા તેની નજરે પડ્યા. તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com