________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જમાવ્યું છે. તારું જે કંઈ ઈચ્છિત હેય તે મને જણાવ. હું તે તેને સવાધીન કરીશ.”
રાણીના આટલા આશ્વાસન બાદ અત્યાર સુધી સુંદરીની જકડાઈ ગયેલી જીભે એટલો માત્રજ પ્રત્યુત્તર આપે કે-“મારું નિંદિત ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદે થવાનું છે? પ્રેમમાં આસક્ત થયેલા છે વિરહરૂપી અગ્નિમાં દગ્ધ થઈ જવાને કારણે અહીં જ દાવાનળના દુઃખને અનુભવ કરે છે. આ પ્રમાણે કહી સુંદરીએ એક દુઃખગર્ભિત નિઃસાસો મૂકો. સુંદરીની આવી સ્થિતિ નીહાળી ચંદ્રલેખાએ તેનું જીવનવૃત્તાંત પૂછવાને આગ્રહ પડતું મૂકો અને દિલસોજીભરી વાણીમાં કહ્યું કે “તું આજથી મારી નાની બહેન સદા છે. તારે નિર્ભય અને નિશંક રીતે આ મારા રાજમહેલને ભેગવટે કર. આજથી તારે મારી પાસે જ રહેવું.” સુંદરીએ આ વાત માન્ય રાખી અને પ્રતિદિન પરસ્પરના વાર્તાવિદથી સુંદરીની ઉદાસીનતા પણ નષ્ટ થઈ ગઈ. ધીમેધીમે તેઓ બંને વચ્ચે એ ગાય નેહ બંધાઈ ગયો કે શરીરથી તેઓ ઉભય ભિન્ન હોવા છતાં એક મનવાળા હોય તેમ જણાતું હતું.
એકદા સુંદરીએ ચંદ્રલેખાના આવાસમાં પ્રવેશ કરી જોયું તે ચંદ્રલેખા ઉદાસીન ચહેરે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠી હતી, ચંદ્રલેખાને પુત્રી સંબંધી પૂર્વની ચિંતાએ પુનઃ કજામાં લીધી હતી. સુંદરીને આનું કારણ સમજાયું નહિ, તે ધીમે પગલે અંદર ગઈ અને પૂછયું: “બહેન ! આજે શા વિચારમાં ગરકાવ બન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com