________________
ચંદ્રલેખાની મનસિદ્ધિ
દશ્યથી કુતુહળ ઉભવ્યું અને તરત જ પોતાની દાસીને તેની તપાસ કરી આવવા કહ્યું.
વિચક્ષણ દાસી કમળા પૂરતી તપાસ કરી આવીને કહ્યું કે-“આપણા નગરના શ્રેષ્ઠી ચંદ્રને સેમચંદ્ર નામને પુત્ર ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પરદેશથી આવ્યું છે. તેની વધામણી તરીકે અને તેની સાથે એક સ્ત્રીરત્ન આવેલ છે તેને નીહાળવા માટે લોકને અવરજવર વિશેષ થાય છે. તે સ્ત્રીરત્ન તદ્દન મૂંગું જ રહે છે. કેઈ પણ પૂછે છે તે તેને પ્રત્યુત્તર આપતી નથી. યુથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક તે ઉદાસીન જ રહે છે. તે અત્યંત સૌંદર્યશાળી હોવાથી કે તેને “સુંદરી' એવા નામથી સંબોધે છે.” આ વૃત્તાંત સાંભળી રાણીને વિશેષ કુતુહલ થયું અને તેણે દાસીને હુકમ આપે છે-“કાલે સવારે રાજમહેલે સપરિવાર ભેજન લેવા માટે ચંદ્ર રોકીને નિમંત્રણ કરી આવ.”
નિયત સમયે ચંદ્રશ્રેણી પિતાના પરિવાર યુકત “સુંદરી' સાથે રાજમહેલે ભજનાર્થે આવી પહોંચ્યો. ભેજનવિધિ પરિપૂર્ણ થયા બાદ ચંદ્રલેખાએ સુંદરીને એકાંતમાં બોલાવી તેના વૃત્તાંત સંબંધી પૃચ્છા કરી, પણ અત્યારસુધી સકારણ મૌન રહેલ સુંદરી એમ યે જવાબ આપે? રાણીએ વિશેષ દિલાસો આપતા કહ્યું કે-“બહેન, મનમાં ને મનમાં દુઃખ સંગ્રહી રાખવાથી હૃદયભાર એ છે નહીં થાય, શિશિર ઋતુમાં હિમશી જેમ કમલિની દગ્ધ થઈ જાય તેમ આ નૂતન યુવાવસ્થામાં જ તું શામાટે સંતાપથી બળી રહી છે? તારું શરીર પણ દુર્બળ બની ગયું દેખાય છે. વિષાદે તારા મન પણ પિતાનું સામ્રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com