________________
પ્રકરણ પાંચમું ચંદ્રલેખાની મનસિદ્ધિ
જૈન કથાગ્રંથને વાચક સિંહલદ્વીપના નામથી ભાગ્યે જ અજાણ હશે. આ દ્વીપને વિષે લહમીના સ્થાનરૂપ યથાર્થ અભિધાનવાળું શ્રીપુર નામનું શ્રેષ્ઠ નગર હતું, જ્યાં શત્રુસમૂહને દઈ દળી નાખનાર પ્રતાપી ચંદ્રગુપ્ત નામને રાજવી રાજય કરતા હતા. રાજ્યનીતિ, રાજાની ત્રણ શક્તિ, ચુદ્ધભૂહ અને વિદ્વત્તામાં તે પૂરેપૂરે વિચક્ષણ હતું. તેનું પોતાનું હૃદય કમળ હતું છતાં જેમ સિંહશિશુથી સર્વ જન ત્રાસ પામે તેમ તેના નામમાત્રથી શત્રુગણ ભયભીત બની જતો હતો. તેને ચંદ્રલેખા નામની સુંદરાકૃતિવાળી પટ્ટરાણી હતી. માત્ર તેના શરીરે જ શીતળતા હતી એટલું જ નહિ પરંતુ તેની વાણમાંથી પણ માધુર્ય જ ઝરતું. ચંદ્રરેખા નામના એકત્વપણાથી તેની
જ આ સિંહલદ્વીપ તે હાલનું સીલોન જ મનાય છે. રામ-રાવણના યુદ્ધ પછી આ દ્વીપ વિશેષ પ્રખ્યાતિ પામ્યો. હિંદના દક્ષિણ કિનારે આ હીપ (બેટ) આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com