________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજકુમારી સુદશના
પ૭
મેળાપમાં અશક્ત નીવડી. સમળી વડવૃક્ષના મૂળ પાસે જમીન પર જ એક અહેરાત્રિ પર્યન્ત પડી રહી, પરંતુ જેમ રાત્રિ પછી દિવસ, અંધકાર પછી પ્રકાશ અને અતિશય દુઃખ પછી સુખને ઉદય થાય છે તેમ સમળીના સંબંધમાં પણ બન્યું.
ભાગ્યયોગે ત્યાં બે મુનિવરે આવી ચઢયા. પ્રશાંત મુખમુદ્રા અને ભવ્ય લલાટથી તેઓ પ્રતાપી જણાતા હતા. તેઓ બંનેની નજરે પીડિત સમળી ચઢી. સર્વ જીવ પ્રત્યે કરુણાભાવવાળા તેઓ તેને શાતા ઉપજાવવા માટે તેની નજીક આવી પહોંચ્યા, અને કહ્યું કે-“હે ભદ્ર! ભય પામીશનહિ, તારી આવી સ્થિતિને શેક ન કરીશ. આ ભયંકર ભદધિમાં આવી વિચિત્ર ઘટમાળ ચાલ્યા જ કરે છે. નરકગતિનાં સાંભળતાં પણ કમકમાટી ઉપજાવે તેવા તેમજ અન્ય દુઃખ પાસે તારું દુઃખ કશી ગણત્રીમાં નથી, માટે અનેક જન્મમાં દુઃખ આપનાર ક્રોધ, માન, માયા અને લોભરૂ૫ ચાર કષાયોનો તારે ત્યાગ કર. તું ધમને વિષે એકાગ્ર મન વાળી થા અને આવી પડેલ દુઃખને તું શાંતિપૂર્વક સહન કર. જે અમે તને હિતકર વાણી સંભળાવીએ છીએ તેનું તું એકાગ્રતાપૂર્વક શ્રવણ કર.” આ પ્રમાણે કહી મહામુનિઓએ તેને કહ્યું સમીપે સ્વમુખ લઈ જઈ અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મનું શરણ કરાવ્યું. પુનઃ કહ્યું કે “અરિહંત પરમાત્માને એક વાર ભાવપૂર્વક કરેલ નમસ્કાર અનેક જન્મ અને જરાની પીઠા રહિત બનાવે છે તે વારંવાર તેનું સ્મરણ શું ઈચ્છિત ન આપે? માટે તું નમસ્કાર મહામંત્રનું એકચિત્તે શ્રવણને સ્મરણ કર. ચારે પ્રકારનાં આહારનો ત્યાગ કર અને આહદદેહટ્ટને પણ પરિત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com