________________
૫૮
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કર. ભલે તને તિર્યંચ ભવ પ્રાપ્ત થયેલ છે, પણ શુદ્ધ મનદ્વાર જે તું પરમાત્માનું એકાગ્રતાથી ધ્યાન ધરીશ તે આવતા ભવ માટે તારું તિચપણું વિનાશ પામશે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કર્યા કર, તે સર્વ સુખ આપવામાં શક્તિશાળી છે તે તને પણ તે શ્રેયસ્કર નીવડશે.”
આ પ્રમાણે મહામુનિનાં વૈરાગ્યમય અને અસરકારક વચને સાંભળી સમળીને બચ્ચાઓ પ્રત્યેનો મોહ નાશ પામે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉદ્દભવી અને તેના કર્ણરંદ્રમાં સંભળાવાતા નમસ્કાર મહામંત્રનું ચિંતવન કરી તેમાં જ લયલીન બની ગઈ. આવી રીતે ધર્મ શ્રવણ કરવામાં એકનિષ્ઠ બનવાથી તેને સર્વ દુઃખનું વિસ્મરણ થઈ ગયું અને ઉત્તમ ભાવનાપૂર્વક મૃત્યુ પામીને સિંહલદ્વીપના રાજવી ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાની કુક્ષીએ રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. ચંદ્રલેખાને આ પુત્રીરત્નની પ્રાપ્તિ કેવી રીતે અને કયા સંજોગોમાં થઈ તે આપણે જોઈએ.
==
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com