________________
રાજકુમારી સુદર્શના
૫૧
વધતી જતી ધારામાં ત્યાં ને ત્યાં તેણે સમકિત ઉપા-બધિબીજની પ્રાપ્ત કરી.
સ્થિરચિત્તે પ્રભુ-પ્રાર્થના કર્યા બાદ વિજયા પિતાના પરિવાર સહિત આગળ ચાલી તેવામાં નાનો સાધ્વીસંઘ તેની નજરે પડ્યો. સાધ્વીઓના મુખ પરની રેખાઓથી તે જાણી શકી કે આ શ્રમશીઓ થાકી ગયેલ છે અને લાંબા વિહારને અંતે તેઓને હવે આહાર–ગોચરી કરવાને સમય થયું છે. તે જાણતી હતી કે સત્પાત્રને દીધેલું દાન અનંત પુણ્યરાશિ પ્રાપ્ત કરાવે છે. તેમાં પણ માJથી શ્રાંત થયેલ મુનિજનને આહાર આપવાથી અત્યંત લાભ થાય છે, તેથી તરત જ વિજયા તેઓની સમીપ ગઈ અને સુખશાતા પૂછવાપૂર્વક એક ગાઢ ઘટાવાળા વૃક્ષ નીચે આરામ કરવા તેઓને સૂચન કર્યું. બાદ પિતાની પાસેના શંબલ ભાતા)માંથી તેણે સૂઝતો નિર્દોષ આહાર સાધ્વીઓને ભક્તિપુરસ્પર વહેરાવ્યો અને મનની પ્રસન્નતાપૂર્વક પ્રણામ કર્યા. બાદ વૈયાવચ્ચ-ગુશ્રષા કરવાપૂર્વક તેમનો થાક દૂર કર્યો. પુણ્ય-પ્રાપ્તિના ઉત્તમ નિમિતોમાં પણ જ્ઞાની પુરુષોએ સાધુજનની વૈયાવચ્ચને જ શ્રેષ્ઠ ગણું છે. વૈયાવચ્ચને ગુણ અપ્રતિપાતી કહ્યો છે. શાસગ્રંથમાં કહ્યું પણ છે કે
માર માર ૩, નારદ વાળ સુ કપુખરાજા न हु वैयावञ्चकयं, सुहोदयं नासए कम्मम् ॥१॥
ચારિત્રના પરિણામથી પતિત થવાથી ભ્રષ્ટ થવાથી અથવા યમદેવના અતિથિ બનવાથી ચારિત્ર નાશ પામે છે, વળી અધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com