________________
૫૬.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જઈને જુએ છે તે મોટા ગીધપક્ષીઓ રુધિર ને માંસથી વ્યાપ્ત હાડકાંમાંથી માંસ લઈને આમતેમ ઊડતા ને મેજ કરતાં માલૂમ પડ્યા. આ મોટા જૂથની વચ્ચે પાડામાં પ્રવેશ કરે પણ મુશ્કેલ હતું છતાં મહામહેનતે સમળીએ તે પાડામાં પ્રવેશ કર્યો અને પિતાના ભક્ષણાર્થે એક માંસ્થી ખરડાયેલું હાડકું ચાંચમાં ઉપાડી આકાશમાર્ગો ઉડ્ડયન કર્યું. પણ આ શું? સમળીને હાડકાને કકડે લઈને ઊડતી જોઈ પાડાને માલેક મલેચ્છ ક્રોધાન્વિત થઈ ગયો અને હજી તે સમળી ઊડીને થોડે દૂર જ ગઈ હશે તેવામાં કર્ણ પર્યત પિતાનું ધનુષ્ય ખેંચી તીર્ણ બાણ તેની તરફ ફેંકયું અને સડસડાટ કરતું તે તીર સમળીને હૃદયપ્રદેશમાં લાગ્યું.
તીણ બાણ લાગતાની સાથે જ સમળી વેદના વ્યાપ્ત થઈ ને પૃથ્વી પર ઢળી પડી. અસહ્ય વેદન કયારે પિતાને જીવ લેશે તેને પણ તે નિર્ણય કરી શકી નહિ. ઊડવાની લેશ માત્ર પણ શક્તિ ન રહી, છતાં પોતાના બચ્ચાં પ્રત્યેનો પ્રેમ તેને આકષી રહ્યો હતે. મહામહેનતે અને મુશ્કેલીએ જરા જરા ઊડતી અને ચાલતી સમળી છેવટે જ્યાં પોતાના બચ્ચાંઓ આકંદ અને વિલાપ કરી રહ્યા હતા ત્યાં વડવૃક્ષ નીચે આવી પહોંચી. વડવૃક્ષ પર ચઢીને પિતાનાં બચ્ચાંઓને ગેદમાં લેવા જેટલી તાકાત પણ હવે તેનામાં રહી નહતી. બચ્ચાંઓ પ્રતિના પ્રેમના આકર્ષણથી તે વડવૃક્ષ પરના પિતાના માળા તરફ વારંવાર ખેતી અને બચ્ચાંઓ પણ પોતાની માતાની અસહ્ય સ્થિતિ નીહાળી આનંદ કરતાં તેઓ બંનેની નિરાધાર શક્તિહીન રિથતિ એક બીજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com