________________
પર
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ચન ન કરવાથી, પુનરાવર્તન નહિં કરવાથી પઠિત શાસ્ત્રજ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે, પરંતુ સાધુજનની વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલ શુભ (પુણ્યાનુબંધી) પુણ્ય (ભેગવ્યા સિવાય) કદી પણ નાશ પામતું નથી.”
આ જ વૈયાવચ્ચન પુણ્ય-પ્રાબલ્યથી આદિ તીર્થકર શ્રી રાષભદેવના પુત્ર બાહુબલી પણ શ્રી ભરત ચકવત્તી જેવા અજોડ પરાક્રમીથી પણ અજેય જ રહ્યા હતા–તેનાથી પણ વધારે બળ પ્રાપ્ત કર્યું હતું.
સારી રીતે વૈયાવચ્ચ કરી વિજયા આગળ વધી તેવામાં તેના કર્ણપથ પર દિવ્ય નાદ સંભળા. “આ શું?” એમ ગવેષણા કરતાં થોડે દૂર શ્રી રાષભદેવના ભવ્ય જિનમંદિરમાંથી નૃત્યના તાપૂર્વક સંગીતધ્વનિ આવતે જણાય. શીધ્રગતિએ તે ત્યાં ગઈ. ત્યાં જતાં જ એક ભવ્ય અને હૃદયંગમ દશ્ય તેની નજરે પડયું.
ભગવાન શ્રી આદિનાથના આ ભવ્ય પ્રાસાદમાં ઇંદ્ર પોતાની ઇંદ્રાણીઓ સહિત નાટારંભ કરી રહ્યા હતા. પરમાત્માની દશનિય આંગી રચવાપૂર્વક વિધવિધ રીતે ભવ્ય અર્ચન કરવામાં આવ્યું હતું. ઇદ્રવિધવિધ પ્રકારનાં નૃત્ય કર્યે જતા હતા અને સોનામાં સુગંધની માફક અપ્સરાઓ તે નૃત્યને ચિત્રવિચિત્ર અભિનય, હાવભાવ, સંગીત તથા તાલદ્વારા ઓપ આપી રહી હતી. ઇંદ્ર જાણે પરમાત્માની સાથે એકાંત વાર્તાલાપ કરતા હોય તેમ નૃત્ય કરવામાં લયલીન બની ગયા હતા. અપ્સરાઓ પણ આનંદાવેશમાં પ્રભુના ગુણગ્રામ સિવાયનું અન્ય કર્તવ્ય ભૂલી ગઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com