________________
૫૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આગળ વધી રહ્યા છે. તેવામાં કુર્કટ જાતિને સર્વ આડે ઊતર્યો. સર્ષને જોતાં જ વિજયાને રેષ ઉદ્દભવ્યું. તે વિચારવા લાગી કે સર્પના દર્શનથી અપશુકન થયા છે. અપશુકનને અંગે વિપરીત બનાવ ન બને તે માટે અપશુકનને નિષ્ફળ બનાવવાનો નિરધાર કર્યો, પણ તે અને કયારે? જે તે સપને મારી નાખવા માં આવે તે જ. આ અપશુકન નિષ્ફળ બને એવી કલ્પના તેના મનમાં ઉદ્દભવી. મનને તરંગ એટલા વેગથી ગતિ કરી રહ્યો હતું કે તે સમયે બીજા કોઈ પણ વિચારને અવકાશ નહે. રોષભર્યા વદને તેણે તરત જ ધનુષ્ય બાણ તૈયાર કર્યું અને તેના સખીવૃદમાંથી આવી કેઈ તેને હાથ પકડે તે પહેલાં તે લય સાધેલા તીરે સર્ષના પ્રાણ હરી લીધા. સખીઓની ત્યાર પછીની સમજાવટ અરણ્યરુદન સમાન નિષ્ફળ નીવડી.
આગળ ચાલતાં હિમાલયના હિમાચ્છાદિત નાના શિખર જેવું શ્વેત અને દેદીપ્યમાન એક જિનમંદિર રત્નસંચય નામના નગરમાં તેઓ સર્વની નજરે પડયું. આ જિનપ્રાસાદ શ્રી શાંતિનાથ જિનેશ્વર હતું અને વિદ્યાધર રાજવી સુવેગ ત્યાં પ્રતિદિન ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચા તથા આંગી કરતે. આજે પણ સુવેગે ઉત્કંઠાપૂર્વક અત્યંત શોભામય આંગી રચી હતી.વિજયા ઉત્કંઠાપર્વક પિતાના સખીજન સહિત ત્યાં આવી પહોંચી અને શાંત રસથી ભરપૂર જિનમૂર્તિને દર્શન કરતાં જ તેને આત્મા ઉલ્લાસ પામ્યો. આંગી અને તેની વિવિધ કળા સંબંધી વિચારણા કરતાં તેની ભાવવૃદ્ધિ થઈ અને પરમાત્માના એક માત્ર દર્શનમાં લયલીન બનતાં તેનાં રેમેરામ વિકસ્વર થઈ ગયા. એ પરિણામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com