________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
જ
દરેક તીથ કરના શાસનમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં પણ ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળો, શ્વેત વણુ વાળે, જટાધારી, વૃષભના વાહનવાળા, ચાર દક્ષિણ (જમણી) ભુજા(હાથ)માં ખીજોરુ', ગદા, ખાણુ અને શકિત તેમ જ ચાર વામ(ડાબી)ભુજામાં નકુળ, અક્ષસૂત્ર, ધનુષ્ય ને પરશુને ધારણ કરનારા વરુણ નામના રુક્ષ શાસનદેવ થયા તેમજ ગૌરવણુ વાળી, ભદ્રાસન પર બેસનારી, એ દક્ષિણૢ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તેમજ એ વામ ભૂજામાં ખીજેરું અને ત્રિશુળ ધારણ કરનારી નરદત્તા નામની યક્ષિણી શાસનદેવી થઇ. આ અને શાસનની પ્રતિદિન સારસભાળ કરતા, વિઘ્નાનું નિવારણ કરતાં તેમજ ભક્તજનેાના વાંછિતા પૂરતા. તે હંમેશ માટે પ્રભુની સાનિધ્યમાં જ રહેતા અને પ્રભુ વિહાર કરતાં તા તેમના પડછાયાની માફક પાછળ-પાછળ પરિભ્રમણ કરતા. આવી રીતે ભવ્યજના પર ઉપકાર કરતા પરમાત્મા પૃથ્વીતલ પર વિચરવા
લાગ્યા.
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com