________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હતી તે હવે અમ્મલિત ગતિએ શરૂ કરી. શરદતુના ચંદ્રના કિરણોમાંથી જેમ સુધા વરસે તેમ પરમાત્માને મુખરૂપી ચંદ્રમાંથી ઉપદેશરૂપી શમરસ ઝરવા લાગે અને ચંદ્રના પ્રથમ દશને જ જેમ ચંદ્રકાંત મણિ આદ્ર બની જાય તેમ ભવ્ય પ્રાણીએના હૃદયે વૈરાગ્યરસથી ભીંજાવા લાગ્યા. પરમાત્માએ સંસારનું આબેહૂબ સ્વરૂપ સમજાવતાં પિતાના પ્રવચનમાં જણાવ્યું કે
સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારનારાઓ કઈ વસ્તુની પ્રાપ્તિની આશાએ તેવી પ્રવૃત્તિ કરે છે તે તમે જાણે છે? મૌક્તિકો અગર તે રત્નના લાભાર્થે કરે છે તેમ આ અપાર સંસારરૂપી સમુદ્રમાંથી તમારે શ્રેષ્ઠ રતનસ્વરૂપ ધર્મને ગ્રહણ કરી લેવાને છે. ધર્મ એ જ એક એવું પ્રબળ નાવ છે કે જે તમને ભવસમુદ્રમાં ડુબતા બચાવી લેશે. તે નાવનું જો તમે સંપૂર્ણ આલંબન લેશે તે રાગ-દ્વેષાદિ મહાવાયુઓ તમને ઉપદ્રવ કેવિદ્ધ કરી શકશે નહિ તેમજ કોધ, માન, માયાને લેભાદિ જળચર જીવે તમારા નાવને જોઈને જ દૂર નાસી જશે. આ ધર્મનું યથાર્થ આરાધન સંયમચારિત્ર સ્વીકારે ત્યારે જ બની શકે તેમ છે છતાં પણ યતિધર્મ સ્વીકારવાને અશક્ત પ્રાણીઓએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર. ગૃહસ્થ ધર્મના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તેમ જ ચાર શિક્ષાત્રતરૂપ બાર વતે છે. આ ઉપરાંત શ્રાવકના એકવીશ તેમજ માર્ગાનુસારીના પાંત્રીશ ગણે છે, તે જેમ દાદર ચઢનારને રજજુ આલંબનરૂપ નીવડે છે તેમ યતિધર્મરૂપી સીઢી ચઢવાને માટે
આધારભૂત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com