________________
પ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૩૫
દીક્ષા લીધા બાદ પરમાત્માનું પ્રથમ કાર્ય હતું કર્મશત્રુએને પરાસ્ત કરવાનું. કર્મનો ક્ષય કરવા માટે તેમણે તપશ્ચર્યાઓ શરૂ કરી, પરિસહ સહવા માંડયા અને પૃથ્વી પર પરિભ્રમણ કરવા માંડયું. મહારથીની પાસે સામાન્ય માનવીની શી તાકાત? જગતભરને નચાવનાર કમ–રાજને અંતે વશ થવું પડ્યું. અગિયાર મહિનાના સમય બાદ પરમાત્મા પુનઃ નીલગુહા ઉદ્યાનમાં પધાર્યા અને ફાગણ વદિ બારસના શુભ દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે ચંપક વૃક્ષની નીચે પ્રતિમાધારી પરમાત્માએ સમસ્ત ઘાતી કર્મોનો વિનાશ કરી સૂર્યસમાન ઝળહળતું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન એટલે ઉત્કૃષ્ટજ્ઞાન. હથેલીમાં રહેલ જળને પ્રાણી સ્પષ્ટ રીતે જોઈ-જાણી શકે તેમ કેવળજ્ઞાનની સહાયથી પરમાત્મા લેક તેમજ અલકનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા. જેવી રીતે ભવ્ય દિક્ષા–મહોત્સવ કર્યો હતે તેમ દેએ કેવળજ્ઞાન મહોત્સવ પણ કર્યો અને સુંદર સમવસરણની રચના કરી. મધ્યમાં પ્રભુના દેહ કરતાં બારગણે ઊંચે એટલે કે બસે ને ચાલીશ ધનુષ્ય પ્રમાણ અશોકવૃક્ષ વિકુ. પરમાત્માએ સમવસરણમાં પ્રવેશ કરી, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી, તોય મમ કરી, દેવવિરચિત સિંહાસન પર પૂર્વાભિમુખે બિરાજ્યા એટલે તરત જ વ્યંતર દેએ પશ્ચિમાદિ ત્રણ દિશામાં તેમનાં ત્રણ પ્રતિબિંબ વિકુછ્ય.
પ્રાણીગણના ઉદ્ધાર માટે, સદાચાર અને ધર્મમાર્ગમાં જનસમૂહને સ્થિર કરવા માટે પ્રભુએ દીક્ષાનો પવિત્ર વેષ સ્વયં વીકાર્યો હોવા છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જે વાચા બંધ રાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com