________________
૩૪.
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર નિર્વાણ સુધી રહ્યું. પરમાત્માએ છઠ્ઠની તપશ્ચર્યા પૂર્વક ફાગણ શુદિ ૧૨ ને દિવસે શ્રવણ નક્ષત્રમાં પાછલા પહેરે પંચમુષ્ટિ લોચ કરીને પારમેશ્વરી પ્રવજ્યા સ્વયં ગ્રહણ કરી. પરમાત્માના આવા ભવ્ય ત્યાગથી આકર્ષાઈ એક હજાર રાજાઓએ પણ પરમાત્માના પથનું અનુકરણ કર્યું” અર્થાત્ દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે સમસ્ત વિશ્વમાં આનંદની લહરી પ્રસરી ગઈ.
રત્નો તે ઘણા હોય છે છતાં ઉત્તમ રત્ન જ રાજવીના મુગટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ રાજગૃહીમાં અગણિત માનવ હતાં છતાં પરમાત્માને પારણું કરાવવાનું સૌભાગ્ય તે બ્રહ્મદત્ત નામના રાજાને જ સાંપડ્યું. તેણે ક્ષીરાત્ર(ખીરવડે પરમાત્માને અત્યંત ભકિતભાવ અને હૃદયના ઉલ્લાસપૂર્વક પારણું કરાવ્યું. પરમાત્મા તે હસ્તપાત્રવાળા હોય છે. તેમને આધુનિક સાધુઓની માફક પાત્રાઓમાં આહાર ગ્રહણ કરી ભાજન કરવું પડતું નથી. તેમના હાથમાં જે વસ્તુ વહેરાવવામાં આવે તેમાંથી એક બિંદુ માત્ર પણ ભૂમિને ન સ્પર્શી શકે એવી લબ્ધિ હોય છે અને તેમને આહાર કરતા કઈ પણ ચર્મચક્ષુવાળા ન જોઈ શકે એ તીર્થંકર પરમાત્માનો અતિશય હોય છે. બ્રહ્મદત્ત રાજવીના આ પુણ્યકાર્યની જાણે અનુમોદના કરતાં હોય તેમ દેવેએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યો.
સાડાબાર કેડ સેનેયાની, વસ્ત્રની, પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ તેમજ આકાશમાં દુંદુભીને નાદ-આ પાંચ દિવ્ય સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com