________________
૩૦
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નીહાળતાં જ જાગૃત થઈ ગઈ અને રાત્રિનો શેષ સમય ધર્મધ્યાન અને તેત્રસ્મરણમાં ગાળ્યો. ઉચિત સમય થતાં જ તેણે પિતાના સ્વામીને જાગૃત કરી આ હકીકત કહી સંભળાવતા સુમિત્ર રાજ. વીએ હર્ષપૂર્વક કહ્યું કે- “આ સ્વપ્નોના પ્રભાવથી તમને શ્રેષ્ઠ લક્ષવાળે પુત્ર થશે.” તે જ કથનને યથાર્થ કરતે હોય તેમ પ્રાણત દેવલોકમાં રહેલ સુરષ્ઠ રાજવીને જીવ ચ્યવીને પડ્યાવતીની કૂલીમાં અવતર્યો.
ગર્ભના પ્રભાવથી માતાને મુનિની માફક સારા-સારા વ્રતનું આચરણ કરવાનું મન થયું. બાદ ગર્ભનું યથાયોગ્ય રીતે પરિપાલન કરતાં પદ્માવતીદેવીએ જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કુમ(કાચબા)ના લક્ષણ(લાંછન વાળા પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે દરેક તીર્થકરોના જન્મસમયે કરે છે તે માફક છપન દિકુમારિકાઓએ આવી સૂતિકર્મ કર્યું. શકેંદ્ર તેમને સ્નાત્રાભિષેક કરવા મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં શકેંદ્રના ઉલ્લંગમાં બેઠેલ પરમાત્માને બાકીના ત્રેસઠ ઇદ્રોએ પવિત્ર જળવડે જન્માભિષેક કર્યો. બાદ પ્રભુને ઈશાબેંકના
* આ હિસાબે ગણતાં ૧. સુર રાજા, ૨. પ્રાણત દેવલોકે દેવ અને ૩. શ્રી મુનિસુવ્રતસ્વામી એ પ્રમાણે ત્રણ ભવ થાય, પરંતુ શ્રી સપ્તતિશતસ્થાનક પ્રકરણમાં નવ ભવ જણાવેલ છે, તે આ પ્રમાણે ૧. શિવધુ ૨. સૌધર્મ દેવલોકે દેવ, ૩. કુબેરદત્ત, ૪. ત્રીજે સનતકુમાર દેવલોકે દેવ, ૫. વજકુંડલ રાજા, ૬. બ્રહ્મદેવ, દેવ, ૭. શ્રીવર્મા રાજા ૮. અપરાજિત વિમાને દેવ અને ૯ શ્રી મુનિસુવ્રતસ્વામી આ મતાંતર સમજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com